<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં પરત ફર્યો શિમરોન હેટમાયર

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામેની આગામી હોમ વનડે મેચો માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં 31 ઓક્ટોબર અને 2 નવેમ્બરના રોજ બે વનડે મેચો સાથે ત્રણ મેચની ODI શ્રેણીની શરૂઆત થશે.  ફાઈનલ મેચ 6 નવેમ્બરે કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમાશે.એકમાત્ર ફેરફાર એલેક અથાનાજેની જગ્યાએ હેટમાયરનો ટીમમાં સમાવેશ કરવાનો છે.  આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમમાં આ એકમાત્ર ફેરફાર છે. હેટમાયર ગયા વર્ષના અંતમાં ઈંગ્લેન્ડ સામે રમ્યા બાદથી વેસ્ટ ઈન્ડિઝ માટે વનડે રમ્યો નથી.

 

(6:48 PM IST)