<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

IPL 2025: 5 ખેલાડીઓ જેમને જરૂર કરતાં વધુ મળ્યા પૈસા !જો હરાજીમાં ખરીદ્યું હોત તો તે સસ્તા મળ્યા હોત.

IPLમાં ભાગ લેનારી તમામ 10 ટીમોએ રિટેઈન ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરી દીધી

મુંબઈ :IPL 2025 ની મેગા હરાજી પહેલા, BCCIએ ટીમોને 31 ઓક્ટોબર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી માંગી હતી. IPLમાં ભાગ લેનારી તમામ 10 ટીમોએ ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરી દીધી છે. દરેક ટીમે આગામી સિઝન માટે કેટલાક ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જ્યારે કેટલીક ટીમોએ મેગા ઓક્શન માટે પોતાના પર્સ બચાવી લીધા છે. ચાલો આવા ખેલાડીઓ પર એક નજર કરીએ જેમને રિટેન્શનમાં જરૂરિયાત કરતાં વધુ પૈસા આપવામાં આવ્યા છે

   રિટેન કરાયેલા ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને જાળવી રાખવા માટે 18 કરોડ રૂપિયા આપ્યા છે. ટી20 વર્લ્ડ કપ 2024 બાદ રવિન્દ્ર જાડેજાએ ટી20માંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આવી સ્થિતિમાં જો જાડેજાને છોડવામાં આવે તો તેને ચેન્નાઈ હરાજીમાં ઓછી કિંમતે ખરીદી શકી હોત. 

    રાજસ્થાન રોયલ્સ ટીમે ધ્રુવ જુરેલને મોટી રકમ આપીને જાળવી રાખ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન જુરેલને IPLમાં પોતાની પ્રતિભા દર્શાવવાની ઘણી તકો મળી નથી, જેનું મુખ્ય કારણ સંજુ સેમસનની હાજરી છે. આઈપીએલની 27 મેચોમાં માત્ર 347 રન બનાવનાર અને ઘણીવાર બેન્ચ પર બેસે છે તેવા જુરેલને આટલા પૈસા ચૂકવવા ટીમની વ્યૂહરચના હોઈ શકે છે. 

  જમણા હાથના ફાસ્ટ બોલર મયંક યાદવને પણ લખનૌ સુપર જાયન્ટ્સે 11 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને જાળવી રાખ્યો છે. આ સેલેરી ગત સિઝનમાં તેની 20 લાખ રૂપિયાની સેલેરી કરતાં ઘણી વધારે છે. IPL 2024માં માત્ર ચાર મેચમાં દેખાવા છતાં અને પછી ઈજાના કારણે સાઇડલાઈન થઈ જવા છતાં તેના પર ઘણું રોકાણ કરવામાં આવ્યું છે. 

  દિલ્હી કેપિટલ્સની ટીમે અક્ષર પટેલને 16.5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જો દિલ્હીએ અક્ષર પટેલને છોડ્યો હોત તો કદાચ તેઓ અક્ષર પટેલને હરાજીમાં સસ્તામાં મેળવી શક્યા હોત. 

  દિલ્હી કેપિટલ્સ ટીમે કુલદીપ યાદવને 13.5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. કુલદીપ યાદવ છેલ્લી કેટલીક સીઝનથી દિલ્હી સાથે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે સંકળાયેલો હતો. આવી સ્થિતિમાં, જો કુલદીપ યાદવને છોડવામાં આવે તો કદાચ તે 5 થી 6 કરોડ રૂપિયામાં હરાજીમાં દિલ્હી પરત આવી શકે

(6:30 PM IST)