તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd November 2024
વિરાટ કોહલી ફરી બનશે RCBનો કેપ્ટન? ડુ પ્લેસીસ અને મેક્સવેલના નામ રિટેન્શન લિસ્ટમાંથી ગાયબ

ન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેગા ઓક્શન પહેલા ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઓક્શન પહેલા કુલ 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમોએ તેમના કોર ગ્રુપને રિટેન કર્યા છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ જેવી ટીમ અલગ સ્ટ્રેટેજી સાથે ઓક્શનમાં આવશે.
કોહલી ફરીથી બનશે RCBનો કેપ્ટન?
RCBએ વિરાટ કોહલી સહિત ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. કોહલીને RCBએ 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તો બેટ્સમેન રજત પાટીદારને 11 કરોડ અને ફાસ્ટ બોલર યશ દયાલને 5 કરોડમાં રિટેન કર્યા છે. તો ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ અને કેમેરોન ગ્રીનને RCB રિટેન નથી કર્યા. ઉલ્લેખનીય છે કે ફાફ ડુ પ્લેસિસ ગત સિઝનમાં RCBનો કેપ્ટન હતો, પરંતુ ટીમ હવે નવા કેપ્ટનની શોધમાં છે.
જેથી અટકળો ચાલી રહી છે કે કોહલી ફરીથી RCBનો કેપ્ટન બની શકે છે. આ અટકળો બાદ RCB ટીમ મેનેજમેન્ટનું નિવેદન સામે આવ્યું છે. RCB ક્રિકેટ ડિરેક્ટર મો બોબટે Jio સિનેમા સમક્ષ કહ્યું કે, "અમે હજુ સુધી કેપ્ટનશીપ અથવા કોહલીને ફરીથી કેપ્ટન બનાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. અમારા વિકલ્પો ખુલ્લા છે. અમે એક માત્ર સ્પષ્ટ નિર્ણય લીધો હતો કે ફાફને રિટેન નથી કરવાનો. ફાફે ગયા વર્ષે અને તેના પહેલાના વર્ષોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમે ઓક્શનમાં જતા પહેલા ખૂબ જ ખુલ્લું મન રાખીને કામ કરીશું."
કોહલીએ શું કહ્યું?
વિરાટ કોહલીએ રિટેન્શન બાદ જણાવ્યું કે, "દરેક વ્યક્તિ જાણે છે કે મારા માટે આરસીબીનું મહત્વ શું છે. વર્ષોથી તેની સાથે ખાસ સંબંધ રહ્યો છે, જે સતત મજબૂત થતો જાય છે. RCB માટે રમતી વખતે મેં જે અનુભવ્યું છે તે ખરેખર ખૂબ જ ખાસ છે. મને આશા છે કે ફેન્સ અને ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા દરેકને પણ એવું જ લાગશે. આ સીઝનમાં RCB તરફથી રમ્યાના મારા 20 વર્ષ થઈ જશે. જે મારા માટે ખૂબ જ ખાસ એહસાસ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલા વર્ષો સુધી એક જ ટીમ માટે રમીશ. મેં અગાઉ કહ્યું તેમ, હું મારી જાતને RCB સિવાય બીજે ક્યાંય જોતો નથી."
મેચમાં રન બનાવવા સિવાય બધું જ કરે છે વિરાટ કોહલી, વાયરલ થયો આ વીડિયો
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ 2013 થી 2021 સુધી RCBની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન RCBએ 2016માં એકવાર ફાઈનલ રમી હતી. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ 2022ની મેગા ઓક્શન પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યાર બાદ ફાફ ડુપ્લેસીસને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફાફ 3 સીઝનમાં RCBનો કેપ્ટન રહ્યો પણ RCB એક વખત પણ ટાઈટલ જીતી નથી શક્યું.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
