<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

ન્યૂઝીલેન્ડે બદલ્યો ઈતિહાસ: ભારતને 3-0થી ક્લીન સ્વીપ કર્યું: 24 વર્ષ બાદ યજમાન ટીમનો ઘોર પરાજય

વાનખેડેમાં ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ભારતે 25 રનથી હરાવ્યું : ભારત 147 રનાં લક્ષ્યાંક સામે 121 રનમાં ઓલઆઉટ : ભારતને 12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવવી પડી અને ઘરઆંગણે સતત 18 શ્રેણી જીતવાનો સિલસિલો પણ તોડી નાખ્યો

મુંબઈ: આ જીત સાથે ન્યુઝીલેન્ડની ટીમે ભારતને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું. ભારતને ઘરઆંગણે બે કે તેથી વધુ મેચોની ટેસ્ટ શ્રેણીમાં બીજી વખત ક્લીન સ્વીપ મળ્યો છે.

અગાઉ ફેબ્રુઆરી 2000માં દક્ષિણ આફ્રિકાએ ભારતને બે મેચની શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. તે જ સમયે, ભારતને ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચોની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વખત ક્લીન સ્વીપ મળ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે ઇતિહાસ રચ્યો છે. તેઓએ ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતી એટલું જ નહી પરંતુ ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ પણ અપાવી.

 ભારતને 12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવવી પડી અને ઘરઆંગણે સતત 18 શ્રેણી જીતવાનો સિલસિલો પણ તોડી નાખ્યો. ખાસ વાત એ છે કે ન્યૂઝીલેન્ડે આ ટેસ્ટ સિરીઝ કેન વિલિયમસન વિના રમી છે. ઉપરાંત, ટોમ લાથમ પ્રથમ વખત ટીમની કમાન સંભાળી રહ્યો હતો. આ બધું હોવા છતાં તેણે કોઈ કસર છોડી ન હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 263 રન પર સમાપ્ત થયો હતો. ભારત પાસે 28 રનની લીડ હતી. જવાબમાં, ન્યુઝીલેન્ડનો બીજો દાવ 174 રન પર સમાપ્ત થયો અને તેણે કુલ 146 રનની લીડ મેળવી. ભારતને 147 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ભારતીય ટીમ 121 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. ભારત માટે ઋષભ પંતે બીજી ઈનિંગમાં સૌથી વધુ 64 રન બનાવ્યા હતા જ્યારે ન્યુઝીલેન્ડ માટે એજાઝ પટેલે છ વિકેટ ઝડપી હતી.

(2:21 PM IST)