તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th November 2024
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો 8 નવેમ્બરથી T-20 શ્રેણીમાં ટકરાશે : ક્યારે, ક્યાં અને કેવી રીતે T20 સિરીઝનો રોમાંચ મફતમાં જોઈ શકશો ?
આ સીરીઝ 8મી નવેમ્બરથી શરૂ થશે, જ્યાં બંને ટીમો ડરબનના કિંગ્સમીડ મેદાન પર આમને-સામને થશે

નવી દિલ્હી તા.૫ : સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં ટીમને પ્રોટીઝ ટીમ સામે ચાર મેચોની T20 શ્રેણી રમવાની છે. આ સીરીઝ 8મી નવેમ્બરથી શરૂ થશે, જ્યાં બંને ટીમો ડરબનના કિંગ્સમીડ મેદાન પર આમને-સામને થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલો થશે. આ સીરીઝ પહેલા સૂર્યકુમારે પોતાની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે ટી20 સીરીઝમાં ટીમને જીત અપાવી છે.
જો આપણે બંને ટીમોના હેડ ટુ હેડ પર નજર કરીએ તો અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 27 મેચ રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 15 મેચ જીતી છે, જ્યારે પ્રોટીઝ ટીમ 11 વખત જીત નોંધાવવામાં સફળ રહી છે. આ સિવાય એક મેચ અનિર્ણિત રહી હતી. પ્રશંસકો સ્પોર્ટ્સ 18 ચેનલ પર દક્ષિણ આફ્રિકા સામેની આ શ્રેણીની તમામ મેચો જોઈ શકશે. તેનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર જોઈ શકાય છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
