તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th November 2024
ઓસ્ટ્રેલીયામાં ઇન્ડિયા-એનું નિરાશાજનક પ્રદર્શન ૧૬૧ રનમાં ઓલઆઉટ : રાહુલ ફલોપ : ધ્રુવ જુરેલની ફિફટી
એક તબક્કે તો માત્ર ૧૧ રનમાં જ વિકેટ ગુમાવી દીધી હતી, કેપ્ટન ઋતુરાજ પણ ૪ રન બનાવી શક્યો

નવી દિલ્હી, તા. ૮ : મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા એ અને ઇન્ડિયા એ ટીમ વચ્ચે બીજી અનઑફિશ્યલ ટેસ્ટ શરૂ થઈ હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમના બૅટર્સ પહેલી ઇનિંગ્સમાં ૫૭.૧ ઓવરમાં ૧૬૧ રનમાં જ સમેટાઈ ગયા હતા. યજમાન ટીમ પહેલા દિવસની રમતના અંતે ૧૭.૧ ઓવરમાં બે વિકેટે બાવન રન ફટકારી શકી છે.
ઇન્ડિયા એ ટીમે ૨.૪ ઓવરમાં ૧૧ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ ટેસ્ટમાં ઇન્ડિયા એ સ્ક્વૉડ સાથે જોડાયેલો કે. એલ. રાહુલ (ચાર રન) ફ્લૉપ રહ્યો છે, જ્યારે વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે ધીરજપૂર્વક બૅટિંગ કરીને ૧૮૬ બૉલમાં ૮૦ રનની ઇનિંગ્સ રમીને ટીમની લાજ બચાવી હતી. તેના સિવાય દેવદત્ત પડિક્કલ ૨૬ રનની ઇનિંગ્સ રમી શકયો હતો.
સિનિયર ક્રિકેટ ટીમની સ્ક્વૉડમાં સ્થાન મેળવનાર અભિમન્યુ ઈશ્વરન અને પહેલી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર સાઈ સુદર્શન એક પણ રન ફટકારી શકયા નહોતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ છ બૉલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
