<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

પહેલી T20 મેચમાં ભારતની વિજયી શરૂઆત : દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું: સિરીઝમાં 1-0ની સરસાઈ

સંજુ સેમસને ફટકારી શાનદાર સદી: વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ લીધી 3-3 વિકેટ. ભારત T20 સિરીઝમાં 1-0થી આગળ.

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની વિજયી શરૂઆત કરી હતી. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને જોરદાર બેટિંગ કરતા દમદાર સદી ફટકારી હતી, જેની મદદથી ભારતે આફ્રિકાને જીતવા 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાનો કોઈ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યો નહીં. ભારતીય સ્પિનર્સ રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લઈ આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવ્યું હતું 

  હેલી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું, સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી. આવેશ ખાને લીધી અંતિમ વિકેટ, કેશવ મહારાજને કર્યો ક્લીન બોલ્ડ.

(1:00 AM IST)