<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

સંજુની સદીઃ ટીમ ઇન્‍ડિયાની ૬૧ રને ધુંઆધાર જીત

ભારત ર૦ર/૮, આફ્રિકા ૧૪૧/૧૦: વરૂણ ચક્રવર્તી અને રવિ બિશ્નોનઇે ૩-૩૪ અવેશખાનને બે વિકેટઃ સંજુ સેમસન પ્‍લેયર ઓફ ધ મેચઃ કાલે સાંજે ૭.૩૦ વાગ્‍યાથી બીજો ટી-ર૦

નવી દિલ્‍હી તા.૯ : ભારત અને સાઉથ આફ્રિકા વચ્‍ચે ચાર મેચોની ટી૨૦ સિરીઝની પહેલી મેચ શુક્રવારે (૮ નવેમ્‍બર) ડરબનના કિંગ્‍સમીડ મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ૬૧ રને જીત નોંધાવી છે. સાઉથ આફ્રિકાને જીત માટે ૨૦૩ રનનો ટાર્ગેટ મળ્‍યો હતો, પરંતુ આખી ટીમ ૧૭.૫ ઓવરમાં ૧૪૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા આઠ વિકેટે ૨૦૨ રન બનાવ્‍યાં હતા, સંજૂ સેમસને આ મેચમાં ૪૭ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સંજૂ સેમસને ૧૦૭ રનની ઇનિંગ રમી હતી.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરુઆત કંઈ ખાસ રહી નહોતી  ચોથી ઓવરના પહેલા બોલ પર અભિષેક શર્મા ૭ રને આઉટ થયો. અભિષેકને ગેરાલ્‍ડ કોએટ્‍ઝીએ કપ્તાન એડેન માર્કરમના હાથે કેચ આઉટ કરાવ્‍યો.  બાદ સંજૂ સૈમસન અને કપ્તાન સૂર્યકુમાર યાદવે મળીને ઈનિંગ્‍સ સંભાળી.

પાવર પ્‍લે બાદ પણ સંજૂની તોફાની બેટીંગ ચાલું રહી અને તેણે ત્રણ ચોગ્‍ગા અને પાંચ છગ્‍ગાની મદદથી ફક્‍ત ૨૭ બોલમાં અડધી સદી પુરી કરી.  બાદ સુર્યા આઉટ થગયો હતો. સંજૂની વચ્‍ચે બીજી વિકેટ માટે ૬૬ રનની પાર્ટનરશિપ થઈ.

૨૦૩ રનને ચેજ કરવા ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અર્શદીપ સિંહે પોતાની પહેલી ઓવરમાં કેપ્‍ટન એડન માર્કરમને ૮ રને આઉટ કર્યો હતો.  રયાન રિકેલ્‍ટન (૨૧) વરુણ ચક્રવર્તીની ફિરકીમાં ફસાય ગયો હતો અને તિલક વર્માના હાથે કેચ આઉટ થયો હતો.

ડેવિડ મિલર (૧૮) અને હેનરિક ક્‍લાસેન (૨૫) મળીને ચોથી વિકેટ માટે ૪૨ રનની પાર્ટનરશીપ કરી ટીમને સંભાળવાનો ઙ્કયત્‍ન કર્યો હતો. પરંતુ સ્‍પિનર વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં બંનેને ચાલતા કર્યાં હતા. ત્‍યાર બાદ રવિ બિશ્નેઈએ પણ એક જ ઓવરમાં પેટ્રિ ક્રુગર (૧) અને એન્‍ડિલે સેમિલાને (૬) આઉટ કર્યાં હતા.

ભારત માટે અર્શદીપ વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ ૩-૩ વિકેટ, આવેશ ખાને ૨ વિકેટ અને અર્શદીપ સિંહે ૧ વિકેટ લીધી હતી. હવે બીજો ટી-ર૦ મુકાબલો આવતીકાલમે ૧૦મીના રવિવારે સાંજે ૭.૩૦ વાગ્‍યાથી રમાશે.

(11:30 AM IST)