હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિરાટે મુંબઇ એરપોર્ટ ઉપર પત્ની અનુષ્કા અને તેના બાળકોના ફોટાઓ ન પાડવા વોર્નિંગ આપી
મુંબઈથી વિદેશ જવા રવાના થઈ રહ્યું હતા ત્યારે વિરાટ કોહલી કેટલાક લોકોને પત્ની અને બાળકોથી દૂર રહેવા માટે કહ્યું હતું

મુંબઇઃ ગયા શનિવારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. દંપતી તેમના બાળકો સાથે મુંબઈથી નીકળી રહ્યું હતું. આ દરમિયાન વિરાટ કોહલીએ ફોટોગ્રાફર્સની રિક્વેસ્ટ પર તેમને પોઝ આપવાની વાત માની લીધી હતી, પરંતુ આ દરમિયાન વિરાટ કોહલી થોડો ગુસ્સે થયો હતો. તેણે પાપારાઝીને અનુષ્કા શર્મા અને તેના બાળકોના ફોટોગ્રાફ્સ લેવાની મનાઈ કરી દીધી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. ક્રિકેટર પતિએ તમામને અનુષ્કાથી દૂર રહેવા માટે કહ્યા બાદ જ પોઝ આપવા માટે ઉભો રહ્યો હતો, ત્યાંથી રવાના થતી વખતે જ્યારે ફોટોગ્રાફર તેની પાછળ ફરતા હતા ત્યારે પણ તેણે આમ ન કરવા માટે જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિરાટ કોહલી પોતાનો સામાન બહાર કાઢીને પેપ્સનું ધ્યાન ભટકાવતો જોવા મળે છે. તે બાળકોના ફોટોગ્રાફ લેવાનો ઇનકાર કરે છે અને કહે છે, ‘ત્યાં કોઈ કેમેરા નથી’. જોકે, વિરાટ સાથે સંમત થતાં પાપારાઝીએ અનુષ્કા અને વામિકા-અકાયના ફોટા લીધા નહોતા.
વિદેશમાં શિફ્ટ થવાની અટકળો ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, મીડિયામાં ઘણા સમયથી એવી ચર્ચા થઈ રહી છે કે અનુષ્કા અને વિરાટ લંડન શિફ્ટ થઈ ગયા છે. દંપતીએ લંડનમાં પુત્ર અકાયનું પણ સ્વાગત કર્યું હતું, જે બાદ આ અટકળો તેજ થઈ ગઈ છે. હાલમાં જ અનુષ્કા શર્મા એક એડ માટે ભારત પરત ફર્યા હતા અને હવે આ કપલ ફરી એકવાર પોતાના બાળકો સાથે વિદેશ જવા રવાના થઈ ગયું છે.
અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીના જન્મદિવસ પર પુત્ર અકાયની પ્રથમ ઝલક શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં વિરાટ કોહલી તેના બે બાળકો સાથે જોવા મળ્યો હતો. જો કે આ ફોટામાં તેના બંને બાળકોના ચહેરા દેખાતા ન હતા.
વિરાટ કોહલીનું બેટ હાલ ક્રિકેટમાં ચાલતું નથી, જેના કારણે પણ તેના ક્રિકેટ કરિયર સામે સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝ દરમિયાન રન બનાવવામાં કોહલી નિષ્ફળ રહ્યો હતો. આમ થવાથી હવે તેના પર રિટાયરમેન્ટનું પ્રેશર વધી રહ્યું છે, જોકે, તેણે ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી પરંતુ તે વનડે અને ટેસ્ટમાં હજુ પણ રમી રહ્યો છે. આ સિવાય વિરાટ કોહલી ટી20 મેચમાં આઈપીએલ દરમિયાન પણ રમતો જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
