તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
'તેમની પાસે ન તો શબ્દો છે કે ન તો તમીજ છે : ગંભીરને પ્રેસ કોન્ફરન્સથી દૂર રાખવો જોઈએઃ સંજય માંજરેકર

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા જતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે બાદ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના વિશે વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. સંજય માંજરેકરના મતે બીસીસીઆઈએ ગૌતમ ગંભીરને પ્રેસ કોન્ફરન્સ માટે ન મોકલવો જોઈએ. તેણે તો એમ પણ કહ્યું કે ગંભીરને વાત નથી આવડતી, આ કામ માટે તેની જગ્યાએ રોહિત કે અગરકરને મોકલવા જોઈએ.મુંબઈમાં હેડ કોચની પ્રેસ કોન્ફરન્સ બાદ માંજરેકરે એક્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફોર્મથી લઈને આ મહિનાની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે મળેલી શરમજનક હાર સુધીના ઘણા મુદ્દાઓ વિશે વાત કરી. તેના જવાબમાં ગંભીરે ખૂબ જ હિંમતથી વાત કરી, જે માંજરેકરની ટિપ્પણીનું કારણ હોઈ શકે છે.માંજરેકરે પોસ્ટમાં લખ્યું, "ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સ જોઈ. આ પછી મને લાગે છે કે BCCI માટે તેને આવી ફરજોથી દૂર રાખવો એ યોગ્ય નિર્ણય હશે. ગંભીરને પડદા પાછળ રહીને કામ કરવા દો. તેની (ગંભીરના) પાસે ન તો યોગ્ય શબ્દો છે કે ન તો તેમની સાથે વાત કરવાની યોગ્ય રીતભાત રોહિત અને અગરકર મીડિયા સાથે વાત કરવા માટે યોગ્ય છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
