તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 12th November 2024
ઓસ્ટ્રેલિયન અખબારમાં ફ્રન્ટ પેજ પર છવાયા કોહલી: પંજાબી હેડલાઇન્સ સાથે જયસ્વાલની તસવીર છપાઈ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન મીડિયામાં છવાઈ ગયા:પંજાબી અને હિન્દી હેડલાઇન્સ સાથે તેમના વિશે કેટલાક લેખો પ્રકાશિત કરવામાં આવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 22 થી 26 નવેમ્બર દરમિયાન ઓપ્ટસ સ્ટેડિયમમાં યોજાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન મીડિયામાં છવાઈ ગયા છે. પંજાબી અને હિન્દી હેડલાઇન્સ સાથે તેમના વિશે કેટલાક લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી શરૂ થવાની છે. પરંતુ આ પ્રથમ ટેસ્ટના 10 દિવસ પહેલા જ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન મીડિયા પર છવાઈ ગયા છે. વિરાટ કોહલી જ્યારે પર્થ પહોંચ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાના ઘણા મીડિયા અખબારોના પહેલા પેજ પર તેમની તસવીર છપાઈ હતી. એટલું જ નહિ સ્થાનિક મીડિયાએ હિન્દી અને પંજાબીમાં હેડલાઈન સાથે તસવીરો છાપી હતી. જે કોહલીની લોકપ્રિયતાને દર્શાવે છે.
આ લેખોમાં યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત વિશે માહિતી આપવામાં આવી છે. ફ્રન્ટ પેજ પર હિન્દીમાં બોલ્ડ હેડલાઇન હતી, જેમાં લખેલું હતું કે યુગોની લડાઈ. જ્યારે એક અલગ લેખમાં યુવા ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પંજાબી હેડલાઇન 'નવમ રાજા' અથવા 'નયા રાજા' દર્શાવવામાં આવ્યા હતા.
36 વર્ષની ઉંમરે કોહલી સામે સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાને સાબિત કરવાનો છે. ન્યૂઝીલેન્ડ સામેની ભારતની ઘરઆંગણે શ્રેણી 0-3થી ક્લીન સ્વીપ સાથે સમાપ્ત થઈ. આ દરમિયાન વિરાટ કોહલીની ખૂબ ટીકા થઈ હતી. જેના કારણે બોર્ડર-ગાવસ્કર સિરીઝ પહેલા તેમના પર દબાણ વધી ગયું છે
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
