<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

શું ભારત-પાકિસ્તાનની મેચ ફરી ક્યારેય નહીં થાય.?પીસીબીએ ICCને પોતાનો નિર્ણય આપ્યો: જાણો ચોંકાવનારી લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજવા પર અડગ

2025ની ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મામલો વધુ ખરાબ થઈ રહ્યો છે. બીસીસીઆઈએ આઈસીસીને કહ્યું છે કે ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. તેમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજવા પર અડગ છે. જોકે BCCIએ હાઈબ્રિડ મોડલ ઓફર કર્યું છે, પરંતુ પાકિસ્તાન તેના માટે તૈયાર નથી.

     પાકિસ્તાનના એક પ્રતિષ્ઠિત અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, PCB સ્પષ્ટપણે ICCને કહેશે કે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાનને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી સહિત કોઈપણ ICC ટૂર્નામેન્ટ માટે એક જ ગ્રૂપમાં ન રાખવામાં આવે. જ્યાં સુધી ભારત પાકિસ્તાનના પ્રવાસ માટે સંમત ન થાય ત્યાં સુધી પાકિસ્તાન ભારત સામે રમવા માંગતું નથી. 

   આ પહેલા સમાચાર આવ્યા હતા કે પીસીબીએ આઈસીસીને એક પત્ર લખ્યો છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં રમે કે ન રમે, પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છોડશે નહીં. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે BCCIએ પોતાની ટીમને સરહદ પાર મોકલવાનું કોઈ કારણ આપ્યું નથી. કારણ જાણ્યા બાદ જ PCB આ સમસ્યાનો ઉકેલ શોધવા પર વિચાર કરશે. 

  એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો PCB હાઈબ્રિડ મોડલની ઓફરને નકારી કાઢશે તો પાકિસ્તાન 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ગુમાવશે. આવી સ્થિતિમાં સમગ્ર ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજાશે. જો પીસીબી હાઈબ્રિડ મોડલને સ્વીકારે છે તો ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં રમશે.

  2025ની ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. તેની ફાઈનલ મેચ 9 માર્ચના રોજ રમાવાની છે. ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ PCBએ ડ્રાફ્ટ શેડ્યૂલ ICCને મોકલી દીધો છે. ,

(9:10 PM IST)