તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
ધોનીને ઝારખંડ હાઈકોર્ટે નોટિસ ફટકારી
ધોની સાથે બે ભાગીદારોએ ક્રિકેટ એકેડેમી શરૂ કરી હતી, કરાર પૂરા થઇ ગયા બાદ પણ નામનો ઉપયોગ કરાતા ધોનીએ પણ ફરીયાદ કરી હતી

નવી દિલ્હી : પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલ ૨૦૨૫ની આગામી સિઝનમાં પણ રમતા જોવા મળશે. આઈપીએલ મેગા ઓક્શન પહેલા ચેન્નઈ સુપરકિંગ્સે તેમને ૪ કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. તેઓ અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં રિટેન થયા છે. બીસીસીઆઈએ ભારત માટે ૫ કે તેથી વધુ સમયથી ક્રિકેટ નહીં રમતા ખેલાડીઓને અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં રાખવાનો નિર્ણય લીધો છે. આ નિયમને ૨૦૨૧માં ખતમ કરી દેવામાં આવ્યો હતો. જેને આ વખતે ફરીથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. આનો ફાયદો ઉઠાવતા ચેન્નઈએ ધોનીને ૪ કરોડ રૂપિયામાં જ રિટેન કરી લીધા. ત્યારે હવે આઈપીએલની આગામી સીઝન પહેલા ધોની એક મામલે ફસાઈ ગયા છે. તેમને હાઈકોર્ટથી એક નોટિસ પણ મળી ગઈ છે.
મામલો એવો છે કે ઝારખંડ હાઈકોર્ટે મંગળવારે ચેન્નઈ સુપરકિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીને તેમના પૂર્વ ભાગીદારો મિહિર દિવાકર અને સૌમ્યા દાસ દ્વારા એક કેસમાં નોટિસ જારી કરી. દિવાકર અને દાસ શ્નઆરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડઙ્ખના ડિરેક્ટર છે. તેમણે ધોની સાથે પોતાના નામે ક્રિકેટ એકેડેમી ખોલવા માટે કરાર કર્યો હતો.
ધોનીએ એ બંને પર છેતરપિંડીનો આરોપ લગાવીને ૫ જાન્યુઆરીએ રાંચીમાં તેમના વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો કે ૨૦૨૧ માં તેમના દ્વારા આનો અધિકાર રદ કરાયા પછી પણ બંનેએ તેમના નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું. ક્રિકેટરે આરોપ લગાવ્યો કે તેમની સાથે ૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.(૨૩.૨૬)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
