તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
ઓસ્ટ્રેલિયન અખબારમાં ફ્રન્ટ પેજ પર છવાયા કોહલીઃ પંજાબી હેડલાઇન્સ સાથે જયસ્વાલની તસવીર છપાઇ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયન મીડિયામાં છવાઇ ગયાઃ પંજાબી અને હિન્દી હેડલાઇન્સ સાથે તેમના વિશે કેટલાક લેખો પ્રકાશિત

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ રર થી ર૬ નવેમ્બર દરમિયાન ઓપ્ટસ સ્ટેડિયમમાં યોજાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન મીડિયામાં છવાઇ ગયા છે. પંજાબી અને હિન્દી હેડલાઇન્સ સાથે તેમના વિશે કેટલાક લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પહેલા જ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન મીડિયા પર છવાઇ ગયા છે. વિરાટ કોહલી જયારે પર્થ પહોચ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાના ધણા મીડિયા અખબારોના પહેલા પેજ પર તેમની તસવીર છપાઇ હતી. એટલુંજ નહિ સ્થાનિક મીડિયાએ હિન્દી અને પંજાબીમાં હેડલાઇન સાથે તસવીરો છાપી હતી. જે કોહલીની લોકપ્રિયતા દર્શાવે છે. આ લેખોમાં યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત વિશે માહિતી આપવામાં આવી છે. ફ્રન્ટ પેજ પર હિન્દીમાં બોલ્ડ હેડલાઇન હતી. જેમાં લખેલુ હતું કે યુગોની લડાઇ જયારે એક અલગ લેખમાં યુવા ભારતીય ઓપનિંગ બેટસમેન યશસ્વી જયસ્વાલને પંજાબી હેડલાઇન ‘નવમ રાજા' અથવા ‘નયા રાજા' દર્શાવવામાં આવ્યા હતાં. ૩૬ વર્ષની ઉંમરે કોહલી માટે સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાને સાબિત કરવાનો છે. ન્યુઝીલેન્ડ સામેની ભારતની ધરઆંગણે શ્રેણી ૦-૩ થી કલીન સ્વીપ સાથે સમાપ્ત થઇ. આ દરમિયાન વિરાટ કોહલીની ખુબ ટીકા થઇ હતી. જેના કારણે બોર્ડર-ગાવસ્કર સિરીઝ પહેલા તેમના પર દબાણ વધી ગયું છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
