<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રાજકોટમાં જાન્યુઆરીમાં ક્રિકેટ જંગ :ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ODI અને T20 સિરીઝ રમશે: શેડ્યુલ જાહેર :બરોડામાં ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ODI અને T20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. 

  પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે 

    સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. જ્યાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાશે. T20 સિરીઝની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જે બાદ બરોડામાં ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝની પ્રથમ બે મેચ બપોરે 1.30 કલાકે અને ત્રીજી મેચ સવારે 9:30 કલાકે રમાશે.

T20 સિરીઝ શેડ્યૂલ

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી T20 મેચ) – 15 ડિસેમ્બર

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી T20 મેચ) – 17 ડિસેમ્બર

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી T20 મેચ) – 19 ડિસેમ્બર

ODI સિરીઝ શેડ્યૂલ

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી ODI) – 22 ડિસેમ્બર

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી ODI) - 24 ડિસેમ્બર

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી ODI) - 27 ડિસેમ્બર

આયર્લેન્ડ સામેની સિરીઝનું શેડ્યુલ

વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે IDFC ફર્સ્ટ બેંક ODI સિરીઝ ICC મહિલા ચેમ્પિયનશિપનો ભાગ છે.

ODI સિરીઝ શેડ્યૂલ

ભારત વિ આયર્લેન્ડ (પહેલી ODI) – 10 જાન્યુઆરી

ભારત વિ આયર્લેન્ડ (બીજી ODI) - 12 જાન્યુઆરી

ભારત વિ આયર્લેન્ડ (ત્રીજી ODI) – 15 જાન્યુઆરી

(12:17 AM IST)