તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
ટી-૨૦માં સોૈથી નાની વયે સદી ફટકારનાર બેટસમેન બન્યો તિલક વર્મા
ગિલનો રેકોર્ડ તોડયો, સચિન-યુવરાજ પણ આ કલબમાં સામેલ

નવી દિલ્હીઃ આ ૨૨ વર્ષીય ડાબોડી બેટ્સમેન તિલક વર્માએ ગઇકાલે સાઉથ આફ્રિકા સામે સદી ફટકારીને ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલનો રેકોર્ડ તોડી નાખ્યો અને સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ જેવા મહાન ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેનોની યાદીમાં પણ સ્થાન બનાવ્યું. તિલક વર્માએ ૨૨ વર્ષ અને ૫ દિવસની ઉંમરે આ સદી ફટકારી અને આ સાથે તે ટી-૨૦ ઈન્ટરનેશનલ સદી ફટકારનાર ભારતનો બીજો સૌથી યુવા બેટ્સમેન બન્યો. ટી-૨૦ ફોર્મેટમાં વિદેશી ધરતી પર સૌથી નાની ઉંમરમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.ટેસ્ટમાં ભારત માટે વિદેશી ધરતી પર સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. વન-ડેમાં આ રેકોર્ડનો તાજ યુવરાજ સિંહના નામે છે, જેના પછી તિલક વર્મા ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સદી પૂરી કરનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા. ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેનની યાદી આ મુજબ છે. યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ નેપાળ - ૨૧ વર્ષ ૨૭૯ દિવસ, તિલક વર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - ૨૨ વર્ષ, ૦૫ દિવસ, શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ - ૨૩ વર્ષ ૧૪૬ દિવસ, સુરેશ રૈના વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - ૨૩ વર્ષ ૧૫૬ દિવસ, અભિષેક શર્મા વિ ઝિમ્બાબ્વે - ૨૩ વર્ષ ૩૦૭ દિવસ, કેએલ રાહુલ વિ વેસ્ટ ઈન્ડિઝ - ૨૪ વર્ષ ૧૩૧ દિવસ.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
