<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

સૂર્યા એન્‍ડ કંપનીને સિરીઝ જીતવાની તક

રાત્રે ૮.૩૦ વાગ્‍યાથી મુકાબલો : નવોદીતોને ચાન્‍સ મળશે ?

નવી દિલ્‍હી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચેની શ્રેણીની ચોથી અને છેલ્લી ટી૨૦ મેચ આજે શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યાથી જોહાનિસબર્ગના ધ વેન્‍ડરર્સ સ્‍ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઈરાદા સાથે સૂર્યકુમાર યાદવની કેપ્‍ટનશીપમાં રમી રહેલી ટીમ ઈન્‍ડિયા સીરીઝ પર કબજો કરવાથી માત્ર એક જીત દૂર છે. ભારતે પ્રથમ ટી૨૦ જીતીને શ્રેણીની ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ યજમાન ટીમે બીજી ટી૨૦માં શાનદાર કમબેક કરીને શ્રેણી બરોબરી કરી લીધી હતી. પરંતુ ત્રીજી ટી૨૦માં ભારતે છેલ્લી ઓવરમાં જીત મેળવી સીરિઝમાં ૨-૧થી લીડ મેળવી લીધી હતી. 

જોહાનિસબર્ગના વાન્‍ડરર્સ સ્‍ટેડિયમની પીચ સામાન્‍ય રીતે બેટ્‍સમેનોને અનુકૂળ આવે છે. અહીં પ્રથમ દાવમાં સરેરાશ સ્‍કોર ૧૫૧ પ્‍લસ છે. પરંતુ બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહેલી ટીમ ફાયદામાં રહે છે.

(6:07 PM IST)