તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th November 2024
મહામુકાબલા પહેલા માઈક ટાયસને માર્યો જેક પૌલને લાફો : જાણો બન્ને વચ્ચે ક્યારે થશે ટક્કર
દિગજ્જ બોક્સર માઈક ટાયસન અને યુટ્યુબર જેક પૌલ વચ્ચેનો હેવીવેઇટ શોડાઉન મુકાબલો: જાણો આ હાઈપ્રોફાઈલ મેચ ભારતમાં ક્યારે, ક્યાં જોવા મળશે: 20 વર્ષ બાદ ટાયસન બોક્સિંગ રિંગમાં ઉતરશે

આર્લિંગ્ટન: દિગ્ગજ બોક્સર માઇક ટાયસન 20 વર્ષ બાદ બોક્સિંગ રીંગમાં જોવા મળશે. આજે ટેક્સાસના આર્લિંગ્ટનમાં AT&T સ્ટેડિયમમાં માઇક ટાયસન અને યુટ્યુબર જેક પૌલ વચ્ચેનો હેવીવેઇટ શોડાઉન મુકાબલો યોજાશે. આ પહેલા માઈક ટાઈસને વિવાદ ઉભો કર્યો છે.
વેઇટ ઇન દરમિયાન, ટાયસને તેના પ્રતિસ્પર્ધી પૌલને થપ્પડ મારી હતી. ટાયસને તેના સાથીઓ સભ્યો સાથે સ્ટેજ પરથી બહાર નીકળતા પહેલા કહ્યું “ટેકિંગ ઓવર.” જેના જવાબમાં પોલે કહ્યું કે,”મને કશું લાગ્યું નથી, તે ગુસ્સામાં છે. ક્યુટ સ્લેપ બડી.” ટાયસનનું વજન 228.4 પાઉન્ડ નોંધાયું જયારે પોલનું વજન 227.2 પાઉન્ડ નોંધાયું હતું.
ટેક્સાસ લાયસન્સિંગ અને રેગ્યુલેશન્સ વિભાગ દ્વારા મંજૂર કરાયેલ આ મુકાબલો અગાઉ 20 જુલાઈના રોજ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ મે મહિનામાં મિયામીથી લોસ એન્જલસની ફ્લાઈટમાં ટાયસનની તબિયત લથડતા મેચ મુલતવી રાખવામાં આવ્યો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખ્યા બાદ, ટાયસનને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
ટાયસન 19 વર્ષ પછી પ્રોફેશનલ બોક્સિંગ એરેનામાં જોવા મળશે. છેલ્લે તે 2005માં કેવિન મેકબ્રાઇડ સામે મેચ રમ્યો હતો, જેમાં ટાઈસનની હાર થઇ હતી. ટાયસને 2020માં રોય જોન્સ જુનિયર સાથે લડાઈ કરી હતી પરંતુ તે એક એક્ઝીબીશન મેચ હતી. 1986માં ટ્રેવર બર્બિકને હરાવ્યા બાદ ટાયસન 20 વર્ષની ઉંમરે વર્લ્ડ ટાઇટલ જીતનાર સૌથી યુવા હેવીવેઇટ બન્યો.
પૌલે YouTuberમાંથી બોક્સર બન્યો હતો, તેણે 2020થી પ્રોફેશન મેચમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. મોટાભાગે ભૂતપૂર્વ MMA ફાઈટર્સ સામે લડ્યો, ફેબ્રુઆરીમાં પૌલને ટોમી ફ્યુરીએ હરાવ્યો હતો પહેલાં તેની બોક્સિંગ કારકિર્દીમાં સતત છ જીત મેળવી.
માઈક ટાયસન અને જેક પોલની લડાઈ કોઈપણ ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે નહીં. તે ફક્ત નેટફ્લિક્સ પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે.
આ ફાઈટ 15 નવેમ્બરના રોજ 8 PM ET વાગ્યે શરૂ થશે (ભારતીય સમય મુજબ 16 નવેમ્બરના રોજ સવારે 6:30 વાગ્યે). જ્યારે અંડરકાર્ડ્સ IST સવારે 6:30 વાગ્યે શરૂ થશે, ટાયસન અને પોલ વચ્ચેનો મુકાબલો IST સવારે 9:30 વાગ્યે થશે
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
