<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ઑસ્ટ્રેલિયાએ ટી-20 સિરીઝની બીજી રોમાંચક મૅચમાં પાકિસ્તાનને 13 રનથી હરાવ્યું:શ્રેણી :2-0થી જીતી લીધી

ઓસ્ટ્રેલિયાના 147 રનના જવાબમાં પાકિસ્તાની ટિમ 19.4 ઓવરમાં 134 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ

સિડનીઃ ઑસ્ટ્રેલિયાએ અહીં આજે પાકિસ્તાનને ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી રોમાંચક મૅચમાં 13 રનથી હરાવીને શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી.

   વિકેટકીપર જૉશ ઇંગ્લિસના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ લીધા બાદ નવ વિકેટે 147 રન બનાવ્યા હતા જેમાં ઓપનર મૅથ્યૂ શૉર્ટના 32 રન અને ઑરોન હાર્ડીના 28 રન સામેલ હતા.

પાકિસ્તાની બોલર્સમાંથી હૅરિસ રઉફે ચાર વિકેટ, અબ્બાસ આફ્રિદીએ ત્રણ વિકેટ અને સુફિયાન મુકીમે બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 134 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એકમાત્ર ઉસમાન ખાન (બાવન રન) હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો. પાકિસ્તાને પહેલા 44 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયન પેસ બોલર સ્પેન્સર જૉન્સને પાંચ અને સ્પિનર ઍડમ ઝૅમ્પાએ બે વિકેટ લીધી હતી. છેલ્લા બન્ને બૅટર રનઆઉટ થયા હતા.

ઑસ્ટ્રેલિયા પ્રથમ મૅચ 29 રનથી જીત્યું હતું.

(11:13 PM IST)