News of Sunday, 17th November 2024
પર્થ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી, કેએલ રાહુલ સહિત 4 ખેલાડી ઈન્જર્ડ
સરફરાઝ, કોહલી અને કેએલ રાહુલ પછી ગિલ પણ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત

મુંબઇઃ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરફરાઝ, કોહલી અને કેએલ રાહુલ પછી ગિલ પણ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે અને બંને ટીમ આ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે મેચની શરૂઆત પહેલા ભારતીય ટીમ માટે મુશ્કેલીઓ ઉભી થતી જોવા મળી રહી છે. ટીમના ચાર ખેલાડીઓ ઈજાનો શિકાર બન્યા છે, જેના કારણે ચાહકોનું ટેન્શન પણ વધવા લાગ્યું છે.ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સરફરાઝ ખાન, વિરાટ કોહલી અને કેએલ રાહુલ પછી, શુભમન ગિલ શનિવારે ફિલ્ડિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્લિપ કેચ લેતી વખતે ગિલને આંગળીમાં ઈજા થઈ હતી.ઈજા બાદ જાણવા મળ્યું કે ગીલની આંગળીમાં ફ્રેક્ચર આવ્યું છે અને હવે હવે કહેવાય રહ્યું છે કે તે મેચમાંથી બહાર થઈ શકે છે. જો કે ગિલ પ્રથમ મેચમાંથી બહાર હોવાની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ જો ગિલ આઉટ થાય છે તો ભારતીય ટીમ પ્લેઈંગ 11માં તેના સ્થાને ધ્રુવ જુરેલને તક આપી શકે છે.
ઓસ્ટ્રેલિયા તરફથી ભારતીય ખેલાડીઓની ઈજાના સતત અહેવાલો આવી રહ્યા છે, જે સારા સંકેત નથી. 14 નવેમ્બરે WACA ખાતે ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં બેટિંગ કરતી વખતે સરફરાઝ ખાનને કોણીમાં ઈજા થઈ હતી. એ બાદ 15 નવેમ્બરે કેએલ રાહુલ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને વિરાટ કોહલી પણ પેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
