<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

ભારતે લીધો બદલોઃ ભારતે ચીનને ૩-૦થી હરાવીને સેમિફાઈનલમાં કર્યું ક્વોલિફાય

ભારતે સંગીતા કુમારી (૩૨મી મીનિટ) અને કેપ્ટન સલીમા ટેટે (૩૭મી મીનિટ)ની મદદથી બે મેદાની ગોલ કર્યા

નવી દિલ્હી, તા.૧૭,

ભારતે શનિવારે (૧૬ નવેમ્બર) હાલની ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ વિજેતા ચીનને ૩-૦થી હરાવીને ઉલટફેર કર્યો. મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટની સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે.

ભારતે સંગીતા કુમારી (૩૨મી મીનિટ) અને કેપ્ટન સલીમા ટેટે (૩૭મી મીનિટ)ની મદદથી બે મેદાની ગોલ કર્યા જ્યારે ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર દીપિકાએ (૬૦મી મીનિટ) અંતિમ મીનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલ્યો.

હવે દુનિયાની ૯માં નંબરની ટીમ ભારત ચાર મેચમાં આઠ પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ચૂકી છે. ચીન ચાર મેચમાં છ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર સરકી ગયું છે. ભારત પોતાના રાઉન્ડ રોબિન અભિયાન રવિવારે જાપાન વિરૂદ્ધ પૂર્ણ કરશે. છ ટીમોના મહાદ્વીપિય ટૂર્નામેન્ટની ટોચની ચાર ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરશે.

આ મેચ પહેલા ચીનનો ગોલ સરેરાશ ૨૧ હતો, જ્યારે ભારતનો ૧૮ હતો. જોકે, આ બધુ બદલાઈ ગયું. થાઈલેન્ડને ૧૩-૦થી હરાવીને ભારતે ૨૦ ગોલ કર્યા છે જ્યારે ચીનના ૨૨ ગોલ છે.

રાઉન્ડ રોબિન રાઉન્ડ બાદ ચાર ટીમો સેમિફાઈનલ રમશે. બંને ટીમો વચ્ચે અંતિમ મુકાબલો આ ફેબ્રુઆરીમાં એફઆઈએચ પ્રો લીગમાં થયો હતો અને બંને વખત ચીન જીત્યું હતું. ભારતે આ જીતની સાથે જ બદલો લઈ લીધો.

(11:34 AM IST)