<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ભારત-ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી: શેડ્યુલ જાહેર : જાણો સ્ક્વોડ,લાઇવ સ્ટ્રીમિંગ સહિતની તમામ જાણકારી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ

મુંબઈ :આગામી 22 નવેમ્બરથી મચ અવટેડ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થવા જઈ રહી છે. જેને હાલ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પૂર્ણજોશમાં તૈયારી કરી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે.

ભારત છેલ્લી 4 બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝમાં જીત મેળવી ચૂક્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં પણ બે સિરીઝનો સમાવેશ થાય છે. ત્યારે જાણો બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું ફુલ શેડ્યૂલ, સ્કવોર્ડ અને લાઇવ સ્ટ્રીમિંગ સહિતની તમામ ડિટેલ્સ.

 

  • ભારત વિ ઓસ્ટ્રેલિયા, પ્રથમ ટેસ્ટ - 22-26 નવેમ્બર, પર્થ
  • ભારત વિ ઓસ્ટ્રેલિયા, બીજી ટેસ્ટ - 6-10 ડિસેમ્બર, એડિલેડ
  • ભારત વિ ઓસ્ટ્રેલિયા, ત્રીજી ટેસ્ટ - 14-18 ડિસેમ્બર, બ્રિસ્બેન
  • ભારત વિ ઓસ્ટ્રેલિયા, ચોથી ટેસ્ટ - 26-30 ડિસેમ્બર, મેલબોર્ન
  • ભારત વિ ઓસ્ટ્રેલિયા, પાંચમી ટેસ્ટ - 2-7 જાન્યુઆરી, સિડની

 

 

ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ 5 મેચની સિરીઝને Disney+ Hotstar એપ પર પણ લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવશે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતની ટીમ:

રોહિત શર્મા (C), જસપ્રિત બુમરાહ (VC), રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (Wk), સરફરાઝ ખાન, વિરાટ કોહલી, પ્રસિદ્ધ કૃષ્ણ, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત (Wk), કેએલ રાહુલ, હર્ષિત રાણા, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:

પેટ કમિન્સ (C), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (Wk), જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (Wk), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.

(1:27 PM IST)