તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
કોહલી પાસે પર્થમાં બે ભારતીયોને પાછળ છોડવાની તક : પૂજારા-દ્રવિડનો રેકોર્ડ તોડી શકે છે
ઓસ્ટ્રેલિયા ટુરની પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડીયાની જોરશોરથી તૈયારી : વિરાટ ૧૦૧ રન બનાવે તો ત્રીજા ક્રમે પહોંચશે

નવી દિલ્હી, તા. ૧૯: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમ ૨૨ નવેમ્બરથી પર્થમાં રમાનાર ઓસ્ટ્રેલિયા ટુરની પ્રથમ ટેસ્ટ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. કેપ્ટન રોહિત શર્માની પ્રથમ ટેસ્ટ મેચમાં ગેરહાજરીથી ં પ્રશંસકો પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે.
વિરાટ કોહલી પાસે પણ પર્થ ટેસ્ટ દરમિયાન શાનદાર રેકોર્ડ બનાવવાની તક હશે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ૨૪ મેચની ૪૪ ઇનિંગ્સમાં ૪૭.૪૮ની એવરેજથી ૨૦૪૨ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૮ સદી અને ૫ અડધી સદી ફટકારી છે. તે ભારતીય બેટ્સમેન દ્વારા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ૫મો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
જો વિરાટ કોહલી પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બંને ઇનિંગ્સમાં કુલ ૧૦૨ રન બનાવવામાં સફળ થશે તો તે ભારતના બે દિગ્ગજ બેટ્સમેનોના રેકોર્ડને તોડી નાખશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ૩૩ રન બનાવીને કોહલી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચેતેશ્વર પૂજારાને પાછળ છોડી દેશે. પુજારાના નામે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ૨૦૭૪ રન છે. એટલું જ નહીં પુજારા બાદ કોહલી પાસે હજુ પણ એક દિગ્ગજ રાહુલ દ્રવિડને પાછળ છોડવાની મોટી તક હશે. કોહલી દ્રવિડના રનના આંકડાથી માત્ર ૧૦૧ રન દૂર છે. દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામે ૫૪ ટેસ્ટ ઇનિંગ્સમાં ૨૧૪૩ રન બનાવ્યા છે.ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર- ૩૬૩૦ રન (૭૪ ઇનિંગ્સ) VVS લક્ષ્મણ- ૨૪૩૪ રન (૫૪ ઇનિંગ્સ) રાહુલ દ્રવિડ- ૨૧૪૩ રન (૫૪ ઇનિંગ્સ) ચેતેશ્વર પૂજારા- ૨૦૭૪ રન (૪૫ ઇનિંગ્સ) તથા વિરાટ કોહલી- ૨૦૪૨ રન (૪૪ ઇનિંગ્સ)
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
