તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th November 2024
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોવા મળશે હાર્દિક પંડ્યા: ભાઈ કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં બરોડા માટે રમશે
હાર્દિક વર્ષ 2016 પછી પ્રથમ વખત બરોડા માટે આ ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળશે: ટ્રોફીમાં ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ.સાથે જ શ્રેયસ અય્યર, સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ અને ભુવનેશ્વર કુમાર જેવા નામ સામેલ

મુંબઈ :બીસીસીઆઈ દ્વારા આયોજીત ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની શરૂઆત આગામી 23 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ રમતો જોવા મળવાનો છે. હાર્દિક તેના ભાઈ કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં બરોડા માટે રમતો જોવા મળશે. હાર્દિક વર્ષ 2016 પછી પ્રથમ વખત બરોડા માટે આ ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળશે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાર્દિક પંડ્યા સહિત ભારતીય ટીમના અનેક પ્રમુખ ખેલાડીઓ રમતા જોવા મળવાના છે. જેમાં ટીમ ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે. સાથે જ શ્રેયસ અય્યર, સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ અને ભુવનેશ્વર કુમાર જેવા નામ સામેલ છે.
કૃણાલ પંડ્યા ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં બરોડાની કેપ્ટનશીપ કરે છે. રણજી ટ્રોફીના પ્રથમ ફેઝમાં પણ કૃણાલ પંડ્યાએ શાનદાર કેપ્ટનશીપ કરતા ટીમને પાંચમાંથી ચાર મેચમાં જીત અપાવી હતી. જેમાં ટીમની મુંબઈ સામેની જીત પણ સામેલ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સિઝનમાં રનરઅપ રહેલી બરોડાની ટીમ આ વખતે ચેમ્પિયન બનવાનો પૂર્ણ પ્રયાસ કરશે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
