<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

રાફેલ નડાનું ટેનિસને અલવિદાઃ ડેવિસ કપમાં હાર બાદ થયો ભાવુક

સ્‍પેનની ડેવીસ કપમાં બહાર થવાની સાથે જ ૩૮ વર્ષીય નડાલની ટેનિસ કારકિર્દીનો અંત આવ્‍યો

નવી દિલ્‍હી,૨૦ નવેમ્‍બરઃ સ્‍પેનના સ્‍ટાર ખેલાડી રાફેલ નડાલે ટેનિસને અલવિદા કહી દીધું છે. ડેવિસ કપમાં સ્‍પેનની હાર સાથે નડાલની વિદાય થઈ હતી. રાફેલ નડાલને તેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્‍યો હતો. ડેવિસ કપની ક્‍વાર્ટર ફાઇનલમાં નેધરલેન્‍ડ્‍સ સામે સ્‍પેનનો પરાજય થયો હતો. તેની અંતિમ ટુર્નામેન્‍ટમાં રમતા, નડાલ મલાગામાં પ્રારંભિક મેચમાં બોટિક વેન ડી જૈસ્‍ચુલ્‍પ સામે ૬-૪, ૬-૪થી હારી ગયો હતો. પેરિસ ઓલિમ્‍પિકમાં નોવાક જોકોવિચ સામે હાર્યા બાદ નડાલની આ પ્રથમ સ્‍પર્ધાત્‍મક મેચ હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્‍યો હતો. પેરિસમાં તે સિંગલ્‍સ કેટેગરીના બીજા રાઉન્‍ડમાં નોવાક જોકોવિચ સામે હારી ગયો હતો. તેને ડબલ્‍સની ક્‍વાર્ટર ફાઇનલમાં કાર્લોસ અલ્‍કારાઝ સાથે હારનો સામનો કરવો પડ્‍યો હતો.

ડેવિસ કપમાં હાર બાદ નડાલે વિદાયનું ભાષણ આપ્‍યું હતું જેમાં તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. ૨૨ ગ્રાન્‍ડ સ્‍લેમ જીતનાર આ અનુભવીએ હાર બાદ કહ્યું કે, તે ડેવિસ કપમાં તેની પ્રથમ મેચ હારી ગયો હતો અને હવે તે તેની છેલ્લી મેચ પણ હારી ગયો છે. આ રીતે તેણે એક સર્કલ પૂર્ણ કર્યું છે.

(3:26 PM IST)