<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

બુમ...બુમ...બુમરાહનો પંજોઃ કાંગારૂ ટીમ ૧૦૪ રનમાં સમેટાઇઃ ભારતને ૪૬ રનની લીડ

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે રમાઇ રહેલ પર્થ ટેસ્‍ટના આજે બીજા દિવસે ઓસ્‍ટ્રેલીયન ટીમ પણ ૧૦૪ રને સમેટાઇ ગઇ છે. બુમરાહે ઘાતક બોલીંગ કરી પાંચ વિકેટ ખેરવી છે. તો ડેબ્‍યુ મેચમાં હર્ષિત રાણાએ ત્રણ વિકેટ લીધી છે.

પર્થમાં રમાઇ રહેલી આ ટેસ્‍ટમેચમાં મિચેલ સ્‍ટાર્ક પ્રથમ એવો બેટર છે જેણે ૧૦૦ બોલ રમ્‍યા હોય. ભારત કે ઓસ્‍ટ્રેલીયા બેમાંથી એક પણ ટીમના દિગ્‍ગજ બેટર્સ ૧૦૦ બોલનો સામનો કરી શકયા નહોતા. એવામાં ફાસ્‍ટ બોલર સ્‍ટાર્કે ૧૦૦ બોલનો સામનો કર્યો હતો. સ્‍ટાર્ક ર૬, લીયન પ રન બનાવી આઉટ થયા હતા. કેપ્‍ટન બુમરાહે ૧૬ ઓવરમાં ૬ મેઇડન સાથે ૩૦ રનમાં પાંચ વિકેટ લીધી હતી. જયારે હર્ષિત રાણાએ ૧પ.ર ઓવર ૩ મેઇડન ૪૮ રન આપી ૩  અને શિરાજે ૧૩ ઓવરમાં ર૦ રન, ૭ મેઇડન સાથે ર વિકેટ લીધી છે.

આ લખાય છે ત્‍યારે ભારત બીજી ઇનીંગની શરૂઆત કરી રહયું છે. ૪૬ રનની મહત્‍વની લીડ મળી છે.

(1:47 PM IST)