તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ભીષણ અકસ્માતમાં પોતાનો જીવ બચાવનાર બન્ને યુવાનોને ઋષભ પંતે સ્કૂટર ભેટ આપ્યા
પંતે ઘણી વખત કહી ચુક્યો છે કે તે રજત અને નિશુ બંનેનો તે ભયાનક દિવસે પોતાનો જીવ બચાવવા માટે કેટલો આભારી છે

મુંબઈ :ભારતના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત તાજેતરમાં ફરી એક વખત ચર્ચામાં છે. તેણે રજત કુમાર અને નિશુ કુમાર નામના બે યુવકોને બે સ્કુટર ભેટ તરીકે આપ્યા છે. આ એ બન્ને યુવક છે કે જેમણે ડિસેમ્બર,2022માં એક જીવલેણ માર્ગ અકસ્માત બાદ ઋષભની મદદ કરી હતી. ઋષભ પંતે હવે તેમને ગિફ્ટ આપીને આભાર વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં પંત દ્વારા ભેટમાં આપેલું સ્કૂટર મેળવનાર બે યુવકોને સ્કૂટર ચલાવતા જોઈ શકાય છે. પંતે ઘણી વખત કહી ચુક્યો છે કે તે રજત અને નિશુ બંનેનો તે ભયાનક દિવસે પોતાનો જીવ બચાવવા માટે કેટલો આભારી છે. પંતે જાન્યુઆરી 2023માં તેના X એકાઉન્ટ પર બંને યુવકનો આભાર માનવા માટે પોસ્ટ કરી હતી.
. પંતે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે હું વ્યક્તિગત રીતે સૌનો આભાર વ્યક્ત કરી શક્યો ન હતો. જોકે મને આ બન્ને નાયકોનો આભાર વ્યક્ત કરવા માગુ છું કે દુર્ઘટના દરમિયાન મારી મદદ કરી હતી અને સુનિશ્ચિત કર્યું કે હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી શક્યો. રજત કુમાર અને નિશુ કુમારનો આભાર વ્યક્ત કરું છું. હું હંમેશા આભારી અને ઋણી રહીશ. પંતની આ પોસ્ટ અંગે ફેન્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
