<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 400+ રનની લીડ મેળવી લીધી : ઉપરા-ઉપર વિકેટ પડ્યા પછી કોહલી-સુંદરે દાવ સંભાળ્યો:સાચવીને બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલર્સ થાકી ગયા

જયસ્વાલની સિક્સર સાથે સેન્ચુરી, રાહુલ સાથે 201 રનની ઓપનિંગ ભાગીદારી : વિરાટના ચોગ્ગાથી ભારતીય ટીમની લીડ 350ને પાર : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર 350 રનની લીડ મેળવી : વિરાટ કોહલીએ 93મી ઓવર નાંખી રહેલા પેટ કમિન્સના પહેલા બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ પર ચોગ્ગો ફટકાર્યો

નવી દિલ્હી તા.૨૪

ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 400+ રનની લીડ મેળવી લીધી છે. રવિવારે મેચનો ત્રીજો દિવસ છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર છે. ધ્રુવ જુરેલ અને રિષભ પંત એક-એક રન બનાવીને આઉટ થયા હતા. જુરેલને પેટ કમિન્સ અને પંતને નાથન લાયને પેવેલિયન મોકલ્યા હતા.

યશસ્વી જયસ્વાલ 161 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિચેલ માર્શે સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જયસ્વાલ ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ મેચમાં સદી ફટકારનાર તે ત્રીજો ભારતીય બન્યો છે. તેના પહેલાં સુનીલ ગાવસ્કરે 1977માં અને એસ જયસિમ્હાએ 1968માં આ સિદ્ધિ મેળવી હતી.

દેવદત્ત પડિકલ 71 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તે જોશ હેઝલવુડની બોલિંગમાં સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. કેએલ રાહુલ (176 બોલમાં 77 રન) મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.

આ પહેલાં ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ભારતને પહેલી ઇનિંગના આધારે 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ

ટી-બ્રેક: સેશનમાં ભારતે ગુમાવી ત્રણ વિકેટ, કોહલી ક્રિઝ પર

ત્રીજા દિવસના બીજા સેશનમાં કાંગારૂ બોલરોએ શાનદાર કમબેક કર્યું. આ સેશનમાં ભારતીય ટીમે 84 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ટી-બ્રેક પર ભારતીય ટીમનો સ્કોર 359/5 હતો. ટીમે 405 રનની લીડ મેળવી હતી.

ભારતીય ટીમની લીડ 400ને પાર

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર 400થી વધુ રનની લીડ મેળવી લીધી છે. 107મી ઓવરમાં વિરાટ કોહલીએ હેઝલવુડના બોલ પર ત્રણ રન લઈને 400થી આગળની લીડ મેળવી હતી.

ભારતનો સ્કોર 350 રનને પાર

ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 350 રનનો આંકડો હાંસલ કર્યો છે. વોશિંગ્ટન સુંદરે 105મી ઓવરના છેલ્લા બોલ પર એક રન લઈને ટીમને 350 સુધી પહોંચાડી દીધી હતી.

 

ભારતની પાંચમી વિકેટ પડી, ધ્રુવ જુરેલ LBW આઉટ થયો

97મી ઓવરમાં ભારતીય ટીમે 321ના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. અહીં ધ્રુવ જુરેલ એક રન બનાવીને આઉટ થયો હતો. તેને પેટ કમિન્સે LBW આઉટ કર્યો હતો. ભારતીય ટીમે 8 રનમાં છેલ્લી 3 વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલ 313ના ટીમના સ્કોર પર આઉટ થયો હતો.

જયસ્વાલ બાદ પંત પણ આઉટ, લાયને સ્ટમ્પ આઉટ કર્યો

ટીમ ઈન્ડિયાએ ઇનિંગની 96મી ઓવરમાં ચોથી વિકેટ ગુમાવી હતી. અહીં રિષભ પંત એક રન બનાવીને આઉટ થયો હતો. તેને નાથન લાયને સ્ટમ્પ આઉટ કર્યો હતો

યશસ્વી જયસ્વાલ 161 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિચેલ માર્શે સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જયસ્વાલે ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. આવું કરનાર તે ત્રીજો ભારતીય બન્યો છે. તેના પહેલા સુનીલ ગાવસ્કર (1977) અને એસ જયસિમ્હા (1968)એ આ સિદ્ધિ મેળવી હતી.

વિરાટના ચોગ્ગાથી ભારતીય ટીમની લીડ 350ને પાર કરી

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર 350 રનની લીડ મેળવી લીધી છે. વિરાટ કોહલીએ 93મી ઓવર નાંખી રહેલા પેટ કમિન્સના પહેલા બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 300 રનને પાર

92મી ઓવરમાં ભારતીય ટીમે તેના બીજા દાવમાં 300 રનનો આંકડો પાર કરી લીધો છે. વિરાટ કોહલીએ મિચેલ માર્શની ઓવરના પહેલા બોલ પર સિંગલ લઈને ટીમ માટે 300મો રન પૂરો કર્યો હતો

યશસ્વી જયસ્વાલે 150 રન પૂરા કર્યા

યશસ્વી જયસ્વાલે 88મી ઓવરમાં 150 રન પૂરા કર્યા છે. તેણે મિચેલ સ્ટાર્કની ઓવરના પાંચમાં બોલ પર એક રન લઈને પોતાનો 150મો રન બનાવ્યો.

જયસ્વાલે ટેસ્ટમાં ચાર સદી ફટકારી છે અને ચારેયમાં 150 રનનો આંકડો પાર કરી લીધો છે.

બીજા સેશનના પ્રથમ બોલ પર જ પડિકલ આઉટ

ભારતે 85મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી હતી. અહીં દેવદત્ત પડિકલ 71 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તે જોશ હેઝલવુડની બોલિંગમાં સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. તે ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ બોલને ડિફેન્ડ કરવા માગતો હતો, પરંતુ એડ્જ વાગતા બીજી સ્લિપમાં ઉભેલા સ્મિથના હાથમાં ગયો

લંચ બ્રેક: ભારતીય બેટર્સનું વર્ચસ્વ; ભારત 275/1

ત્રીજા દિવસનું પ્રથમ સત્ર ભારતીય બેટર્સના નામે રહ્યું હતું. ટીમ ઈન્ડિયાએ દિવસની શરૂઆત 172/0ના સ્કોર સાથે કરી હતી.

યશસ્વી જયસ્વાલે 90 રનની ઇનિંગથી આગળ ધપાવી અને પોતાની સદી પૂરી કરી, જ્યારે કેએલ રાહુલ 77 રનના સ્કોર પર આઉટ થયો. આ સેશનમાં એક વિકેટ પડી, જ્યારે ભારતીય બેટર્સે 103 રન.

ઓસ્ટ્રેલિયાએ નવો બોલ લીધો, ભારતની લીડ 300 રનને પાર

80 ઓવર પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે નવા બોલની માંગણી કરી હતી. આવી સ્થિતિમાં ફિલ્ડ અમ્પાયરોએ બોલ બદલ્યો હતો. બોલ ચેન્જ થયા પહેલાં ભારતીય ટીમે 300 રનની લીડ મેળવી લીધી છે.

ભારતીય ટીમે 250 રનનો આંકડો હાંસલ કરી લીધો છે. યશસ્વીએ 80મી ઓવર ફેંકી રહેલા ટ્રેવિસ હેડના પ્રથમ બોલ પર ભારતની બીજી ઇનિંગનો 250મો રન બનાવ્યો હતો. તેણે આ જ ઓવરમાં દેવદત્ત પડિકલ સાથે અડધી સદીની ભાગીદારી પણ કરી હતી. ટીમે ઓસ્ટ્રેલિયા પર 250 રનની લીડ મેળવી લીધી છે. 67મી ઓવરમાં જયસ્વાલે મિચેલ સ્ટાર્કના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતની લીડ 250થી આગળ કરી દીધી હતી. ટીમને પ્રથમ દાવમાં 46 રનની લીડ મળી હતી.

ભારતીય ટીમે 63મી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીં કેએલ રાહુલ 77 રન બનાવીને આઉટ થયો હતો. તે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. સ્ટાર્કે 201 રનની ઓપનિંગ ભાગીદારી તોડી હતી

યશસ્વી જયસ્વાલે જોશ હેઝલવુડની બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયામાં તેની પહેલી જ મેચમાં સેન્ચુરી ફટકારી છે. યશસ્વીની સિક્સર સાથે 2 રેકોર્ડ બનાવ્યા...

ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ મેચમાં સેન્ચુરી ફટકારનાર તે ત્રીજો ભારતીય બન્યો છે. તેના પહેલા સુનીલ ગાવસ્કરે 1977માં અને એસ જયસિમ્હાએ 1968માં આ સિદ્ધિ મેળવી હતી.

જયસ્વાલે કેએલ રાહુલ સાથે 201 રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઓપનરોની આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલાં 2 જાન્યુઆરી 1986ના રોજ સુનીલ ગાવસ્કર અને કે શ્રીકાંતે 191 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી

સ્ટાર્કના પ્રથમ બોલ પર કેએલ રાહુલનો ચોગ્ગો

ત્રીજા દિવસે પ્રથમ ઓવર નાંખી રહેલા મિચેલ સ્ટાર્કના પહેલા જ બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર યશસ્વી જયસ્વાલે પણ ચોગ્ગો ફટકાર્યો હતો

જોશ હેઝલવુડે ત્રીજા દિવસની શરૂઆત શોર્ટ લેન્થ બોલથી કરી હતી. તેના પર ભારત તરફથી યશસ્વી જયસ્વાલે એક રન બનાવ્યો હતો. હેઝલવુડે આ ઓવરમાં 2 રન આપ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ 20 વર્ષે તૂટ્યો

જ્યારે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ સમાપ્ત થઈ ત્યારે ટીમ ઈન્ડિયા પાસે 46 રનની લીડ હતી અને આ પછી ભારતે તેની બીજી ઇનિંગમાં બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા આવ્યા બાદ ભારતીય ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજા દાવમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને સફળતા મળી ન હતી. 20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.

યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે જાન્યુઆરી 2004માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે સેહવાગ અને આકાશ ચોપરાએ કરેલી 123 રનની ભાગીદારીને તોડીને નવો ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે, જે ઓસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી છે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 218 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમે શનિવારે બીજા દિવસની રમત પૂરી થવા સુધી બીજા દાવમાં વિના વિકેટે 172 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 90 અને કેએલ રાહુલ 62 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા

(1:52 PM IST)