<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

વિરાટ કોહલીએ 16 મહિના પછી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો : પર્થની ધરતીને હચમચાવી દીધી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીનુ શાનદાર પ્રદર્શન

વિરાટે છેલ્લે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી : વિરાટ કોહલીએ પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારીને પર્થને યાદગાર બનાવ્યો અને ઈતિહાસ રચ્યો. હવે તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો

નવી દિલ્હી તા.૨૪

 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજા દિવસે 16 મહિના પછી તેની ટેસ્ટ સદી ફટકારી. વિરાટે છેલ્લે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીના નામે મોટો રેકોર્ડ વિરાટ કોહલીએ પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારીને પર્થને યાદગાર બનાવ્યો અને ઈતિહાસ રચ્યો. હવે તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં તેની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી હતી. વિરાટ સતત સદી ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેને સફળતા મળી ન હતી. તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીનું બેટ ફ્લોપ રહ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

(3:21 PM IST)