હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 500+ રનની લીડ મેળવી લીધી : વિરાટ કોહલી અને નીતિશ રેડીની સટાસટી : વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં પાંચમી અડધી સદી ફટકારી
ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું : ભારતને પહેલી ઇનિંગના આધારે 46 રનની લીડ મળી : વોશિંગ્ટન સુંદર 29 રન બનાવીને આઉટ થયો,તેને નાથન લાયને બોલ્ડ કર્યો

નવી દિલ્હી તા.૨૪
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 500+ રનની લીડ મેળવી લીધી છે. રવિવારે મેચનો ત્રીજો દિવસ છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને નીતિશ કુમાર રેડ્ડી ક્રિઝ પર છે. કોહલીએ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. તેણે ઓસ્ટ્રેલિયામાં પાંચમી અડધી સદી ફટકારી છે.વોશિંગ્ટન સુંદર 29 રન બનાવીને આઉટ થયો હતો. તેને નાથન લાયને બોલ્ડ કર્યો હતો.
ટી-બ્રેક પહેલાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ધ્રુવ જુરેલ અને રિષભ પંતે એક-એક રન બનાવ્યા હતા. ઉપરાંત, મિચેલ માર્શે યશસ્વી જયસ્વાલ (161 રન)ની વિકેટ લીધી હતી. દેવદત્ત પડિકલ (25 રન) જોશ હેઝલવુડનો અને કેએલ રાહુલ (77 રન) મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યા હતા.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ભારતને પહેલી ઇનિંગના આધારે 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
