<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી દીધા બાદ ભારતે દાવ ડિક્લેર કર્યો : ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો ટાર્ગેટ

ભારત પાસે 46 રનની લીડ હતી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં જ ધ્વસ્ત થઈ ગયું હતું

નવી દિલ્હી તા.૨૪

વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારીને દર્શકોને ખુશખુશાલ કરી મૂક્યાં હતા.ઘણા સમય બાદ વિરાટ કોહલી પૂર્વવત ફોર્મમાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. કોહલીની આ 30મી ટેસ્ટ સદી છે. આ સાથે તેણે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો. કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સાત સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. સચિને ઓસ્ટ્રેલિયામાં 6 ટેસ્ટ સદી ફટકારી હતી.બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી માત્ર 5 રન જ બનાવી શક્યો હતો, પરંતુ તેણે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. તેના માટે સ્ટેજ યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે સેટ કર્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 200થી વધુ રન જોડ્યા હતા. વિરાટે ઇનિંગ્સને આગળ વધારી અને જોરદાર સદી ફટકારી. તેણે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી તેની 30મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. આ પહેલા ગત વર્ષના જુલાઈમાં કોહલીએ વેસ્ટ ઈન્ડીઝ સામે સદી ફટકારી હતી. આ રીતે કોહલીએ 1 વર્ષ અને 4 મહિના બાદ ટેસ્ટ સદી ફટકારી છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીની આ 80મી સદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 80મી સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર વિરાટ કરતાં માત્ર સચિન તેંડુલકર જ આગળ છે.

કોહલીની સદી સાથે ભારતે બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારતે 487/6 પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો ટાર્ગેટ છે, કારણ કે પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં જ ધ્વસ્ત થઈ ગયું હતું.

(3:35 PM IST)