હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IPL ઓક્શન 2025 : અર્શદીપ બન્યો ભારતનો સૌથી મોંઘો ખેલાડી : જાણો કઈ ટીમે તેને સૌથી વધુ કિંમતે ખરીદ્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તાજેતરના સમયમાં અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કરીને હરાજીમાં તમામ ટીમોનું ધ્યાન ખેંચ્યું

મુંબઈ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના સારા પ્રદર્શન બાદ અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સ દ્વારા છેલ્લી બે સિઝનમાં ટીમમાં રાખવામાં આવ્યો હતો. આ વખતે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પ્રીતિ ઝિન્ટાની ટીમે લગભગ તમામ ખેલાડીઓને મુક્ત કર્યા છે. અર્શદીપ પર મોટી બોલી લગાવવામાં આવી છે.
IPLમાં અર્શદીપના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 65 મેચ રમી છે. આ દરમિયાન તેના ખાતામાં કુલ 76 વિકેટ આવી છે. એકવાર તેણે 5 વિકેટ લીધી છે. બે વખત તેણે એક ઇનિંગમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. જરૂર પડ્યે તે સિક્સર પણ મારી શકે છે. બાદમાં આરસીબીએ પ્રવેશ કર્યો, અહીંથી રાજસ્થાન રોયલ્સે રસ દાખવ્યો. બાદમાં હૈદરાબાદ પ્રવેશ્યું અને રોયલ્સ સાથે બોલી યુદ્ધ ચાલ્યું. હૈદરાબાદે તેને 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને પંજાબ કિંગ્સે તેને આરટીએમ બનાવ્યો.
આ પછી હૈદરાબાદને RTMની કિંમત વધારવા માટે કહેવામાં આવ્યું અને હૈદરાબાદે કિંમત વધારીને 18 કરોડ રૂપિયા કરી દીધી, ત્યારબાદ પંજાબ કિંગ્સે અર્શદીપને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તાજેતરના સમયમાં અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કરીને હરાજીમાં તમામ ટીમોનું ધ્યાન ખેંચ્યું છે. તેને પંજાબ કિંગ્સ પાસેથી 4 કરોડ રૂપિયા મળતા હતા. આ વખતે તેને મોટી રકમ મળશે તેવી અટકળો પહેલાથી જ હતી.
IPLમાં અર્શદીપના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 65 મેચ રમી છે. આ દરમિયાન તેના ખાતામાં કુલ 76 વિકેટ આવી છે. એકવાર તેણે 5 વિકેટ લીધી છે. બે વખત તેણે એક ઇનિંગમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. જરૂર પડ્યે તે સિક્સર પણ મારી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
