હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IPL 2025 મેગા ઓક્શન : યુઝવેન્દ્ર ચહલ પર થયો પૈસાનો વરસાદ : મોહમ્મદ શમી કરતા મોંઘો વેચાયો : હવે તે આ નવી ટીમ માટે રમશે
હૈદરાબાદે શમીને સૌથી વધુ 10 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો : ચહલ, શમી કરતા મોંઘો બોલર બન્યો

દુબઈ : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં યુઝવેન્દ્ર ચહલ માટે બોલી લગાવવાનું શરૂ કર્યું. આ પછી પંજાબ અને લખનૌ વચ્ચે લાંબા સમય સુધી બોલી લગાવાતી રહી. યુઝવેન્દ્ર ચહલને પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો હતો.
આ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. હૈદરાબાદે શમીને સૌથી વધુ 10 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. ચહલ શમી કરતા મોંઘો બોલર બન્યો.
યુઝવેન્દ્ર ચહલે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતમાં, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા મેચમાં ભાગ લીધો હતો. ચહલે 2014 થી 2021 સુધી આરસીબી માટે રમતી વખતે પોતાની ઓળખ બનાવી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે ટીમના મુખ્ય સ્પિનર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું.
IPLમાં યુઝવેન્દ્ર ચહલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2015ની સિઝનમાં હતું, જ્યારે તેણે 26 વિકેટ ઝડપી હતી. તે 2016માં RCB માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આરસીબી માટે તેની બોલિંગમાં ઘણી ચોકસાઈ અને વિવિધતા જોવા મળી હતી. તેની પાસે વિકેટ લેવાની ક્ષમતા અને મેચને પલટાવવાની શક્તિ હતી.
વર્ષ 2022માં રાજસ્થાન રોયલ્સ (RR) એ યુઝવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સિઝનમાં તેણે પોતાની બોલિંગથી સારી અસર કરી અને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. 2022 માં, ચહલે 27 વિકેટ લઈને પર્પલ કેપ (આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને આપવામાં આવતો એવોર્ડ) જીત્યો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
