<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ટોપ-ટેન ખેલાડીઓ

આઇપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ટોપ-ટેન ખેલાડીઓના લિસ્ટમાં રિષભ પંતથી લઈ યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. જેમાં 6 વિદેશી ખેલાડીઓ અને 4 ભારતીય ખેલાડીઓના નામ

આઈપીએલ 2025ની મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યર પર 26.75 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. તેને પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. તે આ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. તે IPL ઓક્શન ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, પરંતુ રિષભ પંતે તેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. શ્રેયસે મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો જેને ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે રિષભ પંતે શ્રેયસ અય્યરને પણ પાછળ છોડી દીધો છે.

IPL 2025 મેગા ઓક્શનની શરૂઆતમાં 12 માર્કી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. આ વખતે માર્કી ખેલાડીઓની યાદીમાં સાત ભારતીય અને પાંચ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ ક્રિકેટ જગતમાં ખૂબ જ લોકપ્રિય છે, તેઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ટી-20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. બધાની નજર રિષભ પંત પર હતી. પંતને હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમે રિલીઝ કર્યો હતો. તેના પર મોટી બોલી લગાવવામાં આવશે તે નિશ્ચિત હતું અને એવું જ થયું. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2016 બાદ પહેલીવાર પંત દિલ્હી સિવાય અન્ય ટીમ તરફથી રમતો જોવા મળશે. પંત તાજેતરમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ગયા વર્ષે કાર અકસ્માત બાદ પરત ફર્યા બાદ ઘણા રન બનાવ્યા હતા. લખનૌની ટીમ તેને કેપ્ટન બનાવી શકે છે.

 

(6:34 PM IST)