<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

શ્રેયસ ઐયરને આઇપીએલના મેગા ઑક્શનમાં પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો

ટીમના નવા હેડ-કોચ રિકી પૉન્ટિંગે એક મુલાકાતમાં કહ્યું, `મેં હરાજી પહેલાં શ્રેયસ ઐયર સાથે ફોન પર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો

નવી દિલ્લી: ભારતીય બૅટર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી અનેક શાનદાર પર્ફોર્મન્સ કરી ચૂકેલા શ્રેયસ ઐયરને રવિવારે અહીં આઇપીએલના મેગા ઑક્શનમાં પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યાર બાદ આ ટીમના નવા હેડ-કોચ રિકી પૉન્ટિંગે એક મુલાકાતમાં કહ્યું, `મેં હરાજી પહેલાં શ્રેયસ ઐયર સાથે ફોન પર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના ફોન પર રિંગ જતી હતી એટલે મેં તેની સાથે પછીથી વાત કરવાનું નક્કી કર્યું હતું. હા, એક વાત ચોક્કસ છે કે આઇપીએલનો તે સફળ કૅપ્ટન રહી ચૂક્યો છે એટલે તેને અમારે મેળવવો જ હતો. દિલ્હી કૅપિટલ્સની ટીમમાં ત્રણ-ચાર વર્ષ હું તેની સાથે સંકળાયેલો હતો એટલે તેની ખાસિયતો વિશે સારી રીતે જાણું છું. હવે ફરી તેની સાથે નવી ટીમમાં સંકળાઈ રહ્યો છું એનો મને આનંદ છે.’

 

 


 

(8:12 PM IST)