<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

અશ્વિનની 'ઘરવાપસી': ચેન્નાઈ સુપરકિંગ્સની ફ્રેન્ચાઈઝીએ રૂ. 9.75 કરોડમાં ખરીદી લીધો

ગત 2024ની IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ વતી રમી ચૂકેલા રવિચંદ્રન અશ્વિને પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા નક્કી કરી હતી

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માટે મેગા ઑક્સન ચાલી રહ્યું છે. જેમાં ટીમ ઈન્ડિયાના આધારભૂત સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ચેન્નાઈ સુપરકિંગ્સની ફ્રેન્ચાઈઝીએ રૂ. 9.75 કરોડમાં ખરીદી લીધો છે.

ગત 2024ની IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ વતી રમી ચૂકેલા રવિચંદ્રન અશ્વિને પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા નક્કી કરી હતી. જો કે હવે અશ્વિનની ફરીથી CSKમાં ઘરવાપસી થઈ છે.

 

ઑક્સન અગાઉ CSKએ ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ) અને રવિન્દ્ર જાડેજા (18 કરોડ)ને સૌથી વધુ રૂપિયા ચૂકવીને રિટેન કર્યા હતા. આ સાથે જ ફ્રેન્ચાઈઝીએ મથીથા પથિરાના (13 કરોડ), શિવન દૂબે (12 કરોડ) અને મહેન્દ્રસિંહ ધોની (4 કરોડ)ને પણ પોતાની ટીમમાં યથાવત જાળવી રાખ્યા હતા. જ્યારે ઓક્સનમાં બેટ્સમેન્ટ ડ્વેન કોનવેને ફરીથી 6.25 કરોડમાં ખરીદી લીધો છે. આ સિવાય CSKએ રાહુલ ત્રિપાઠીને રૂ. 3.40 કરોડમાં ખરીદ્યો છે.

રવિચંદ્રન અશ્વિનની IPL કરિયર પર નજર નાંખીએ તો, આ ખેલાડી 2009થી ટૂર્નામેન્ટનો હિસ્સો છે. અશ્વિને અત્યાર સુધીમાં 212 મેચ રમી છે. જેમાં 29.82ની સરેરાશ અને 7.12ના ઈકોનોમી રેટથી 180 વિકેટ ઝડપી છે. જ્યારે 34 રન આપીને 4 વિકેટ અશ્વિનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. આ ઉપરાંત બેટિંગમાં પણ અશ્વિને 1 અડધી સદીની મદદથી અત્યાર સુધીમાં 800 રન ફટકાર્યા છે.


 

(10:33 PM IST)