હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોણ છે મલ્લિકા સાગર? IPL 2025 ઓક્શનની મેજબાની કરતી આ મહિલાની અધધધ નેટવર્થ
IPL 2025 માટે હરાજી શરૂ થઈ ગઈ: આ વર્ષે કુલ 577 ખેલાડીઓની બોલી :મેગા ઓક્શનમાં પંત અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ ઊંચી કિંમતે વહેંચાયા:ઘણા ખેલાડીઓના ભાવ ગગડ્યા :ગત વખતની જેમ આ વર્ષે પણ મલ્લિકા સાગર જ ઓક્શનર છે.

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2025ની મેગા ઓક્શનને લઈને ક્રિકેટ જગતમાં ઘણી ચર્ચા છે. IPL 2025 માટે હરાજી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કુલ 577 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી રહી છે. ત્યારે ગત વખતની જેમ આ વર્ષે પણ મલ્લિકા સાગર ઓક્શનર છે.
મલ્લિકાએ પણ પોતાના કરિયરની શરૂઆત અમેરિકાના ન્યૂયોર્ક સિટીથી કરી હતી. તેણીએ અહીં આંતરરાષ્ટ્રીય ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝમાં કામ કર્યું હતું અને તે પ્રથમ ભારતીય મહિલા ઓક્શનર બની છે. મલ્લિકાએ 2024માં ઇતિહાસ રચ્યો અને IPLની પ્રથમ મહિલા હરાજી કરનાર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. અગાઉ આ જવાબદારી હ્યુજ એડમીડ્સ પાસે હતી, જેમણે 2019 થી 2022 સુધી આ ભૂમિકા ભજવી હતી
મલ્લિકાએ 2001માં ઓક્શન કંપની ક્રિસ્ટીઝ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મલ્લિકાએ 26 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 48 વર્ષની મલ્લિકા પાસે ઓક્શનર તરીકે ઘણા વર્ષોનો અનુભવ છે. એવું નથી કે તે માત્ર IPLમાં જ ઓક્શનર રહી છે. આ પહેલા તે પ્રો કબડ્ડી લીગમાં ઓક્શનર પણ રહી ચૂકી છે. તે ગયા વર્ષે 2023ની હરાજીમાં પણ હરાજી કરનાર હતી.
જો મલ્લિકાની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર મલ્લિકા સાગરની નેટવર્થ લગભગ 15 મિલિયન ડોલર એટલે કે 126 કરોડ રૂપિયા છે. તે વૈભવી જીવન જીવે છે. ટૂર્નામેન્ટની પ્રથમ દસ ઓક્શનમાં રિચાર્ડ મેડલી હરાજી કરનાર હતો. પરંતુ BCCI હવે મહિલાઓને સતત તક આપી રહ્યું છે. જે એક સારું પગલું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે IPL 2025ની હરાજીમાં પહેલી બોલી અર્શદીપ સિંહ પર લગાવવામાં આવી હતી. જે 18 કરોડમાં વેચાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
