તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 26th November 2024
માત્ર ૧૩ વર્ષનો વૈભવ સુર્યવંશી બન્યો કરોડપતિઃ રાજસ્થાન રોયલ્સે ૧.૧૦ કરોડમાં ખરીદયો
૧ર વર્ષ અને ર૮૪ દિવસની ઉંમરે રણજીમાં ડેબ્યુ કરેલું અન્ડર-૧૯ મેચમાં કાંગારૂઓ સામે સદી ફટકારી હતી

નવી દિલ્હીઃ આઇપીએલ મેગા ઓકશનમાં રાજસ્થાન રોયલ્સે માત્ર ૧૩ વર્ષના ખેલાડી વૈભાવ સુર્યવંશીને ૧ કરોડથી વધુ કિંમતે ખરીદ્યો હતો. આ ખેલાડી ઉપર મોટો દાવ લગાવ્યો છે.
રાજસ્થાને વૈભવને ૧.૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેઓ બેઝ પ્રાઇઝ કરતા અનેક ગણા વધું ભાવે વેચાયો હતો. વૈભવ હરાજીમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી છે. તે માત્ર ૧૩ વર્ષનો છે અને તેણે નાની ઉમરમાં ધણાં રેકોર્ડ બનાવ્યા છે. વૈભવે અંડર-૧૯ ટીમ ઇન્ડીયા માટે જોરદાર પ્રદર્શન કર્યુ છે. વૈભવની હરાજીમાં દિલ્હી કેપીટલ્સનો રાજસ્થાન સાથે મુકાબલો થયો હતો. પરંતુ રાજસ્થાને મેચ જીતી લીધી હતી. દિલ્હી કેપીટલ્સે વૈભવ પર પ્રથમ બોલી લગાવી હતી. પરંતુ દીલ્હીએ ૧ કરોડ રૂપીયા સુધીની છેલ્લી બોલી લગાવી. જયારે રાજસ્થાને તેને ૧.૧૦ કરોડ રૂપીયામાં ખરીદ્યો હતો. વૈભવ સુર્યવંશીની મુળ કિંમત ૩૦ લાખ રૂપીયા હતી. અંડર-૧૯ ટીમ ઇન્ડિયા માટે વૈભવે સદી ફટકારી છે. વૈભવ મુળ બિહારનો છે. તેણે ર૦ર૩ માં રણજીમાં પદાર્પણ કર્યુ હતું. તેણે પોતાની ડેબ્યુ મેચ ૧ર વર્ષ અને ર૮૪ દિવસની ઉંમરે રમી હતી. હવે તે આઇપીએલમાં રમવા માટે તૈયાર છે. વૈભવે ભારતની અંડર-૧૯ ટીમ માટે વિસ્ફોટક પ્રદર્શન કરી ટીમ ઇન્ડીયા માટે સદી ફટકારી હતી. વૈભવ ચેન્નાઇમાં અંડર-૧૯ ઓસ્ટ્રેલિયન ટીમ સામે માત્ર ૬ર બોલમાં ૧૦૪ રન બનાવ્યા હતાં. રાજસ્થાને પણ આ ખેલાડીઓ પર ખર્ચ્યા પૈસા રાજસ્થાને હરાજીમાં સૌથી મોંધો ખેલાડી જોફ્રા આર્ચરના રૂપમાં ખરીદ્યો હતો. (૩૯.૬)
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
