<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ચેમ્‍પિયન ટ્રોફી માટે પાકિસ્‍તાન પાસે માત્રᅠ ત્રણ દિવસઃ 29 મીએ લેવાશે ફાઇનલ નિર્ણયઃ પાકને BCCI અને ICC ના ઘૂંટણિયે પડવું પડશે

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની યજમાનીની જીદ્દ નહિ છોડે અને હાઈબ્રિડ માઙ્ઘડલ અપનાવશે નહીં તો ભારે પડશે

મુંબઈઃ આવતા વર્ષે પાકિસ્‍તાનની યજમાની હેઠળ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી-૨૦૨૫ રમાવાની છે. જોકે ભારતે પાકિસ્‍તાનમાં મેચો રમવાની ના પાડયા બાદ પડોશી દેશની મુશ્‍કેલી વધી ગઈ છે. પાકિસ્‍તાને પોતાના દેશમાં જ ટ્રોફી રમાડવાની જીદ પકડી છે, તો ભારતે પણ કડક વલણ અપનાવી ખેલાડીઓને પાકિસ્‍તાન મોકલવાનો ઈન્‍કાર કરી દીધો છે. આ ઉપરાંત તેણે હાઈબ્રિડ મોડલ એટલે કે ભારતની મેચો અન્‍ય દેશોમાં રમાડવાનો પણ ઈન્‍કાર કરી દીધો છે.

આ તમામ વિવાદ વચ્‍ચે એવા અહેવાલ સામે આવ્‍યા છે કે, આ મુદ્દે નિર્ણય લેવા માટે પાકિસ્‍તાન પાસે માત્ર ત્રણ દિવસનો સમય બચ્‍યો છે. ૨૯ નવેમ્‍બરના રોજ પાકિસ્‍તાનમાં તેની યજમાનીનો નિર્ણય થઈ જશે. આઈસીસીએ ચેમ્‍પિયન ટ્રોફી માટે ૨૯ નવેમ્‍બરે બોર્ડની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે, જેમાં ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના શેડ્‍યુલનો તેમજ ટ્રોફીના આયોજન અંગે અંતિમ નિર્ણય લેવાશે.

મીડિયા અહેવાલો મુજબ આઈસીસીએ આજે જાહેરાત કરી છે કે, ૨૯ નવેમ્‍બરે શુક્રવારે બોર્ડની બેઠક યોજાશે, જેમાં ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના શેડ્‍યૂલ અંગે નિર્ણય લેશે. વર્ચ્‍યુઅલ યોજાનારી બેઠકમાં તમામ બોર્ડના સભ્‍યો ઓનલાઈન વીડિયો કોન્‍ફરન્‍સિંગ જોડાશે..

બીસીસીઆઇએ સમક્ષ માંગ મુકી છે. કે, ટીમ ઈન્‍ડિયાની તમામ મેચ, એક સેમીફાઈનલ અને ફાઈનલ મેચ પાકિસ્‍તાન બહાર અન્‍ય દેશોમાં, સંભવતઃ યુએઈમાં રમાડવામાં આવે. ત્‍યારબાદ આઇસીસી ભારતની માંગ પીસીબી સમક્ષ મુકી હતી અને તેણે પોતાના જ દેશમાં મેચો રમાડવાની અડીયલ નિર્ણય કર્યો છે. બંને દેશોના વિવાદના કારણે આઈસીસી પણ બરાબરનું ફસાયું છે અને તે પીસીબીનો મનાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે કે, ટુર્નામેન્‍ટની ભલાઈ માટે હાઈબ્રિડ મોડલથી જ આયોજન કરવાનો એકમાત્ર વિકલ્‍પ છે. મીડિયા અહેવાલો મુજબ આઈસીસીએ પીસીબીને વધુ નાણાંકીય મદદ કરવાનો પણ પ્રસ્‍તાવ રાખ્‍યો છે.

(3:27 PM IST)