<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો : રુટનું સિંહાસન જોખમમાં, યશસ્વી રેન્કિંગમાં બીજા સ્થાને

રોહિત શર્માની ગેરહાજરીમાં બુમરાહે આ મેચની કપ્તાની સંભાળી હતી અને તેના નેતૃત્વમાં ટીમે જીત મેળવી હતી

નવી દિલ્હી તા.૨૭ :ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. બુમરાહે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ આઠ વિકેટ ઝડપી હતી. બુમરાહને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. રોહિત શર્માની ગેરહાજરીમાં બુમરાહે આ મેચની કપ્તાની સંભાળી હતી અને તેના નેતૃત્વમાં ટીમે જીત નોંધાવી હતી અને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

રુટનું સિંહાસન જોખમમાં છે.યશસ્વી રેન્કિંગમાં બીજા સ્થાને છે.

(4:12 PM IST)