News of Wednesday, 27th November 2024
ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આઈપીએલ 2025માં 27 કરોડ રૂપિયામાં ખરીદાયો પરંતુ પંતને આટલા પૈસા મળશે નહીં, તેમને 8.1 કરોડ રૂપિયા ઓછા મળશે
રિષભ પંતને 27 કરોડ રૂપિયામાંથી માત્ર 18.9 કરોડ રૂપિયા જ મળશે. પંતે પોતાના પગારનો મોટો હિસ્સો ટેક્સમાં ચૂકવવો પડશે, પંતે અંદાજે 30 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. જો કે માત્ર પંતે જ નહીં, પણ દરેક ભારતીય ખેલાડીએ ટેક્સ આપવો પડશે

નવી દિલ્હી તા.૨૭ : IPL 2025નું ઓક્શન ખતમ થઈ ગયું છે. ત્યારે આ મેગા ઓક્શનમાં એક ખેલાડીનું નામ ખૂબ જ ગૂંજ્યું, જયારે તેને ખરીદવા માટે હોડ મચી ગઈ હતી. આ ખેલાડી છે રિષભ પંત. રિષભ પંત આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ચુક્યા છે. જેદ્દાહમાં યોજાયેલા મેગા ઓક્શનમાં લખનૌ સુપરજાયન્ટ્સે બાજી મારી લીધી અને આ ટીમે રિષભ પંતને 27 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમતે ખરીદી લીધો. પરંતુ હવે સવાલ એ છે કે શું રિષભ પંતને પૂરા પૈસા મળશે? કે નહીં. જવાબ છે ના. રિષભ પંતની IPL સેલરીમાંથી મોટી રકમ કપાઈ જશે. ચાલો જાણીએ કે રિષભ પંતની IPL સેલરીનું ગણિત શું હશે.
આટલી રકમ કપાશે પંતની આઈપીએલ સેલેરીમાંથી
ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આઈપીએલ 2025માં 27 કરોડ રૂપિયામાં ખરીદાયો છે, લખનૌ સુપરજાયન્ટ્સે આ ખેલાડીને આઈપીએલના ઇતિહાસની સૌથી મોટી સેલરી આપી છે. પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે પંતને આટલા પૈસા મળશે નહીં, તેમને 8.1 કરોડ રૂપિયા ઓછા મળશે. હવે એવો વિચાર આવશે કે આવું કેમ થઈ રહ્યું છે.
વાત એમ છે કે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાંથી માત્ર 18.9 કરોડ રૂપિયા જ મળશે. પંતે પોતાના પગારનો મોટો હિસ્સો ટેક્સમાં ચૂકવવો પડશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પંતે અંદાજે 30 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. જો કે માત્ર પંતે જ નહીં, પણ દરેક ભારતીય ખેલાડીએ ટેક્સ આપવો પડશે, દરેકને એટલી રકમ નહીં મળે, જેટલી રકમમાં તેઓ વેચાયા છે.
રિષભ પંત પર ભારે પ્રેશર
રિષભ પંતને 27 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદવામાં આવ્યો છે અને એટલે ક તેના પર પ્રેશર પણ ઘણું વધી ગયું છે. આ ખેલાડી પર લખનૌને IPL જીતાડવાની જવાબદારી હશે, કારણ કે આ ટીમ છેલ્લી ત્રણ સિઝનમાં બે વખત તો પ્લેઓફમાં પહોંચી ચુકી છે. લખનૌ સુપરજાયન્ટ્સ સાથે કામ કરવું પંત માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે આ ટીમનો તેના જૂના કેપ્ટનને પદ પરથી હટાવવાનો જૂનો ઇતિહાસ રહ્યો છે. પહેલા ધોની અને પછી કેએલ રાહુલ તેનું ઉદાહરણ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પંત તમામ પ્રકારના પ્રેશરમાંથી બહાર આવીને દરેક અપેક્ષાઓ પર ખરા ઉતરશે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
