તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th November 2024
શ્રીલંકાની ટીમે પોતાનો જ શરમજનક રેકોર્ડ તોડ્યો : ઈતિહાસના સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ
સાઉથ આફ્રિકાના બોલર માર્કો જાન્સેનએ 13 રન આપી 7 વિકેટ ઝડપી :તોફાની બોલિંગ સામે શ્રીલંકાના બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી:પાંચ બેટ્સમેન ખાતું પણ ના ખોલાવી શક્યા :માત્ર બે બેટ્સમેન બે આંકડામાં રન બનાવ્યા

નવી દિલ્હી. ડરબનમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ગુરુવારે શ્રીલંકાની ટીમ તેના ટેસ્ટ ઈતિહાસના સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમ 42 રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના ડાબા હાથના ફાસ્ટ બોલર માર્કો જાનસેને તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરીને સાત વિકેટ ઝડપી અને શ્રીલંકાના બેટ્સમેનોને શરણે કર્યા. હતા
યાનસેને 6.5 ઓવરના બોલિંગ સ્પેલમાં એક મેડન સહિત 13 રન આપીને સાત વિકેટ લીધી હતી. શ્રીલંકાની ટીમ માત્ર 13.5 ઓવરમાં 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યાનસેન ઉપરાંત ગેરાલ્ડ કોએત્ઝી (18/2) અને કાગિસો રબાડા (10/1) એ શ્રીલંકાની ઇનિંગ્સને સસ્તામાં પતન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રીલંકા તરફથી કામિન્દુ મેન્ડિસ (13)એ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય લાહિરુ કુમાર (10*) બે આંકડામાં રન બનાવી શક્યો હતો. શ્રીલંકાના પાંચ બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. શ્રીલંકાના ટેસ્ટ ઈતિહાસમાં આ સૌથી નાનો સ્કોર હતો. અગાઉ ઓગસ્ટ 1994માં તે કેન્ડીમાં પાકિસ્તાન સામે 71 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જો આપણે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ પર નજર કરીએ તો શ્રીલંકાની ટીમ છઠ્ઠા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ભારત પણ ટેસ્ટમાં 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
ટેસ્ટ ઈતિહાસમાં શ્રીલંકાનો સૌથી નાનો સ્કોર 42 વિ દક્ષિણ આફ્રિકા, ડરબન, 2024 71 વિ પાકિસ્તાન, કેન્ડી, 1994 73 વિ પાકિસ્તાન, કેન્ડી, 2006 81 વિ ઈંગ્લેન્ડ, કોલંબો, 2001 82 વિ ભારત, ચંદીગઢ, 1990 82 વિ ઈંગ્લેન્ડ, કાર્ડિફ, 2011
વિશ્વ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થયેલી ટીમો ન્યુઝીલેન્ડ - 26 દક્ષિણ આફ્રિકા - 30 દક્ષિણ આફ્રિકા - 30 દક્ષિણ આફ્રિકા - 35 દક્ષિણ આફ્રિકા - 36 ઓસ્ટ્રેલિયા - 36 ભારત - 36 આયર્લેન્ડ - 38 ન્યુઝીલેન્ડ - 42 ઓસ્ટ્રેલિયા - 42 ભારત - 42 શ્રીલંકા - 42 દક્ષિણ આફ્રિકા - 43
શ્રીલંકાની ઇનિંગ્સ માત્ર 13.5 ઓવરમાં એટલે કે 83 બોલમાં સમાપ્ત થઈ ગઈ હતી. સમગ્ર ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી ઓછા બોલમાં ઓલઆઉટ થવાના મામલે શ્રીલંકાની ટીમ બીજા સ્થાને છે. આ શરમજનક રેકોર્ડ આજે પણ દક્ષિણ આફ્રિકાના નામે છે, જે 1924માં 12.3 એટલે કે 75 બોલમાં માત્ર 30 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
