News of Friday, 29th November 2024
યુએઇમાં મેન્સ અન્ડર-૧૯ એશિયા કપઃ કુલ ૮ ટીમો ભાગ લેશેઃ કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ટકકર
સવારે ૧૦.૩૦ થી મુકાબલોઃ ભારતનો બીજી ડીસેમ્બરે જાપાન સામે અને ૪ ડીસેમ્બરે યુએઇ સામે ગ્રુપ સ્ટેજ મેચ

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી-માર્ચ ર૦રપમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને ભારત અને પકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. આજે આઇસીસી, બીસીસીઆઇ અને પીસીબીના અધિકારીઓની બેઠક મળનાર છે ગમે ત્યારે નિર્ણય આવી શકે છે. આ બેઠક બાદ આ ટુર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી શકે છે. બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પણ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. આ મેચ મેન્સ અંડર-૧૯ એશિયા કપમાં રમાશે, જે ર૯ નવેમ્બરથી શરૂ થવા જઇ રહી છે.
મેન્સ અન્ડર-૧૯ એશિયાકપ ર૯ નવેમ્બરથી ૮ ડીસેમ્બર સુધી યુએઇમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, અફઘાનીસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, યેએઇ અને નેપાળનો સમાવેશ થાય છે. મેન્સ અંડર-૧૯ એશિયા કપ ૧૯૮૯માં શરૂ થયો હતો.
આ વખતે ટુર્નામેન્ટની ૧૧મી આવૃતિ રમાવાની છે અને સતત ચોથી વખત તેની યજમાની યુએઇ કરશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ૮ ટીમોને ૪-૪ બે ગૃપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, જાપાન અને યુએઇ ગૃપ-એ માં રાખવામાં આવ્યા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનીસ્તાન અને નેપાળને ગૃપ-બીમાં રાખવામાં આવ્યા છે.
ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગૃપમાં છે. તેથી બંને ટીમોની વચ્ચે સ્પર્ધા ગૃપ સ્ટેનમાં જ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચેની મેચ ૩૦ નવેમ્બે દુબઇના મેદાન પર રમાશે. આ મેચ ભારતીય ટીમ રજી ડીસેમ્બરે શારજાહમાં જાપાનનો સામનો કરશે અને ત્યારબાદ તે ૪ ડીસેમ્બરે યુઇએની ટીમ સામે તેની છેલ્લી ગૃપ સ્ટેજ મેચ રમશે.અંડર-૧૯ એશિયા કપ માટે ટીમ ઇન્ડીયાની ટીમ :
આયુષ મ્હાત્રે, વૈભવ સુર્યવંશી, સી આન્દ્રે સિધ્ધાર્થ, મોહમ્મદ અમાન(કેપ્ટન) કિરણ ચોરમલે(વાઇસ કેપ્ટન) પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટ કિપર), અનુરાગ કવડે(વિકેટ કિપર), હાર્દિક રાજ, મોહમ્મદ અનન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધાજીત ગુહા, ચેતન શર્મા, નિખીલકુમાર, નોન ટ્રાવેલીંગ રીઝર્વઃ સાહિલ પારેખ, નમન પુષ્પક, અનમોલજીત સિંઘ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી.દીપેશ
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
