<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

૨૩ બોલમાં ૭૪ રન... ઈશાન કિશનની વિસ્‍ફોટક ઈનિંગ, ચોગ્‍ગા-છગ્‍ગાની રમઝટથી ટીમને ૨૭ બોલમાં અપાવી જીત

મુંબઇ, તા.૩૦: સૈદય મુશ્‍તાક અલી ટ્રોફી ૨૦૨૪માં ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ આક્રમક ઈનિંગ રમી છે. આ કડીમાં ટીમ ઈન્‍ડિયામાંથી બહાર ચાલી રહેલા ઈશાન કિશને એક મેચમાં ચોગ્‍ગા-છગ્‍ગાનો વરસાદ કરતા પોતાની ટીમને માત્ર ૨૭ બોલમાં જીત અપાવી છે. હકીકતમાં ગ્રુપ-સીમાં અરૂણાચલ પ્રદેશ અને ઝારખંડની મેચમાં ઈશાને આક્રમક બેટિંગ કરતા ટીમને ૧૦ વિકેટે જીત અપાવી છે. ૭૭ રનની ઈનિંગ દરમિયાન ઈશાનની સ્‍ટ્રાઇક રેટ ૩૦૦ની ઉપર રહી. મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમમાં ઈશાન કિશાને ધમાલ મચાવી હતી.

અરૂણાચલ પ્રદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૯૩ રન બનાવ્‍યા હતા. જવાબમાં ઝારખંડ માટે ઓપનિંગ કરવા ઉતરેલા ઈશાન કિશન અને ઉત્‍કર્ષ સિંહે અણનમ રહેતા ટીમને ૧૦ વિકેટે જીત અપાવી હતી. ઈશાન કિશને ૩૩૪.૭૮ની સ્‍ટ્રાઇક રેટથી ઘાતક ૭૭ રન બનાવ્‍યા. તેની એક ઈનિંગમાં ૯ સિક્‍સ અને ૫ ચોગ્‍ગા ફટકાર્યા હતા.

ઈશાન કિશને ચોગ્‍ગા-છગ્‍ગાની રમઝટ બોલાવતા માત્ર ૨૩ બોલમાં ૯ સિક્‍સ અને ૫ ચોગ્‍ગા સાથે અણનમ ૭૭ રન ફટકાર્યા હતા. જ્‍યારે ઉત્‍કર્ષ સિંહે ૬ બોલમાં બે ચોગ્‍ગા સાથે અણનમ ૧૩ રન બનાવ્‍યા હતા.

ઝારખંડની આ ટૂર્નામેન્‍ટમાં ત્રીજી જીત છે. ટીમે ચાર મેચ રમી છે, જેમાં ત્રણ જીત અને એક હાર સાથે ૧૨ પોઈન્‍ટ મેળવ્‍યા છે. ટીમ પોતાના ગ્રુપ (સી) માં બીજા સ્‍થાન પર છે. ટોપ પર દિલ્‍હીની ટીમ છે, જેણે અત્‍યાર સુધી પોતાની ચારેય મેચ જીતી છે. ત્રીજા નંબર પર ૧૨ પોઈન્‍ટ સાથે ઉત્તર પ્રદેશની ટીમ છે. ચોથા સ્‍થાન પર હરિયાણા છે, જેના ચાર મેચમાં આઠ પોઈન્‍ટ છે.

(6:52 PM IST)