તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
બીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો:સ્ટાર ફાસ્ટ બોલર હેઝલવુડ ઇજાગ્રસ્ત
જોસ હેઝલવુડ 6 ડિસેમ્બરથી શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં:સ્કોટ બોલેન્ડને પ્લેઇંગ-11માં તક મળી શકે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ પહેલા યજમાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જોસ હેઝલવુડ 6 ડિસેમ્બરથી શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર હેઝલવુડને ઈજા થઈ છે જેના કારણે તે આ મેચ રમી શકશે નહીં.
ટીમમાં સીન એબોટ અને બ્રેન્ડન ડોગેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. હેઝલવુડ એડિલેડમાં ટીમ સાથે રહેશે. હેઝલવુડના બહાર થવાથી સ્કોટ બોલેન્ડને બીજી ટેસ્ટ મેચના પ્લેઇંગ-11માં તક મળી શકે છે.
પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હેઝલવુડે શાનદાર બોલિંગ કરી હતી. પ્રથમ દાવમાં તેણે 29 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. આમાં વિરાટ કોહલીની વિકેટ પણ સામેલ હતી. બીજી ઈનિંગમાં પણ હેઝલવૂડ વધુ રન ખર્ચ કર્યા નહોતા. જોકે તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. તેના સ્થાને બોલેન્ડ રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયન પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વચ્ચે રમાનારી મેચમાં બોલેન્ડનો મુકાબલો ભારત સાથે થશે. તેણે જુલાઈ 2023માં હેડિંગ્લે ખાતે ઓસ્ટ્રેલિયા માટે તેની છેલ્લી મેચ રમી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
