<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

નવી જર્સીમાં ખભા પર તિરંગોઃ ટીમ ઇન્‍ડિયાની નવી વન-ડે જર્સી લોન્‍ચ

નવી દિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયાની નવી વનડે જર્સી બીસીસીઆઇ હેડકવાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોન્‍ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ ઉપસ્‍થિત રહયા હતા.

મહિલા ટીમની કેપ્‍ટન હરમનપ્રીત કૌર પણ આ પ્રસંગે હાજર હતી. ટીમ ઈન્‍ડિયાની નવી વન-ડે જર્સીની વિશેષતા વિશે વાત કરીએ તો તે પહેલાની જર્સી કરતા એકદમ અલગ છે જેમાં આ વખતે ખભા પર તિરંગો જોવા મળશે. બીસીસીઆઈ દ્વારા જર્સી લોન્‍ચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે.

હરમનપ્રીત કૌરે નવી જસીનીવિશેષતા  વિશે કહ્યુ કે મારી હાજરીમાં નવી જર્સી પર પડદો ઉઠાવવામાં આવ્‍યો તે મરા માટે ખૂબ જ સન્‍માનની વાત છે. મને તે જોઇને ખૂબ આનંદ થાય છે જેમાં બંને ખભા પર ત્રિરંગો જે રીતે બતાવવામાં આવ્‍યો છે તે ખૂબ જ અદભૂત દેખાય છે.

(1:06 PM IST)