<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જો પાક. નહિ માને તો ચેમ્‍પિયન્‍સ ટ્રોફી યુએઇ કે આફ્રિકામાં શિફટ?

પાકિસ્‍તાન હાઇબ્રીડ મોડલ માટે નહીં માને તો પીસીબીને જ થશે કરોડોનું નુકશાન

નવી દિલ્‍હી : પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી પોતાના દેશમાં કરાવવાની જીદ પર અડ્‍યું છે. ભારતે પાકિસ્‍તાન જવાની ના પાડી તો પીસીબી પોપટની જેમ એક જ રટ લઈને બેઠું છે કે હાઇબ્રિડᅠમોડેલમાંᅠતો મેચ યોજવામાં નહીં આવે.

આઇસીસીની ફરી આજે બેઠક મળી રહી છે. જેમાં આ મામલે ગમે ત્‍યો નિર્ણય આવી શકે છે.

ક્રિકબઝના એક અહેવાલ અનુસાર, જો પીસીબી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડેલ અપનાવવાનો ઇનકાર કરશે, તોᅠટુર્નામેન્‍ટને સંપૂર્ણપણે પાકિસ્‍તાનની બહાર ખસેડવામાં આવશે. ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ યુએઇ અથવા દક્ષિણ આફ્રિકામાં શિફ્‌ટ થઈ શકે છે, જો આવું થાય છે, તો ટુર્નામેન્‍ટને થોડા સમય માટે સ્‍થગિત કરવી પડી શકે છે. આઇસીસીએ પહેલેથી જ ભારપૂર્વક કહ્યું હતું કે, ટુર્નામેન્‍ટને અન્‍ય કોઈ દેશમાં શિફ્‌ટ કરવામાં ઘણો સમય લાગશે

(3:54 PM IST)