<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ભારત-ઓસ્ટ્રેલીયાની મેચમાં અચાનક વડાપ્રધાન ઍન્થોની અલ્બેનિસ પહોîચ્યાઃ કોમેન્ટ્રી કરી અને સવાલના જવાબ પણ આપ્યા

ભારત સામેની બીજી ટેસ્‍ટમાં જોશ હેઝલવુડના સ્‍થાને ફાસ્‍ટ બોલર સ્‍કોટ બોલેન્‍ડને ટીમમાં સામેલ કરવા વડાપ્રધાને કહ્યું

 

નવી દિલ્‍હી, તા ૩૦ : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્‍ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ ઈન્‍ડિયા ત્‍યાં ૫ ટેસ્‍ટ મેચની સીરિઝમાં હિસ્‍સો લઈ રહી છે. ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ મેચ જીતીને સીરિઝમાં ૧-૦ની લીડ હાંસલ કરી લીધી છે. બીજી મેચ ૬ ડિસેમ્‍બરથી એડિલેડમાં રમાશે. આ પહેલા ભારતીય ટીમ કેનબેરામાં પ્રાઈમ મિનિસ્‍ટર ઈલેવન સામે પ્રેક્‍ટિસ મેચ રમશે. ૩૦ નવેમ્‍બર અને ૧ ડિસેમ્‍બરના રોજ યોજાનારી આ બે દિવસીય પ્રેક્‍ટિસ મેચથી ટીમ ઈન્‍ડિયા પિંક બોલ ટેસ્‍ટની તૈયારી કરશે.

કેનબેરામાં પ્રેક્‍ટિસ મેચના પ્રથમ દિવસે વરસાદનું વિઘ્‍ન નડ્‍યું હતું. આ કારણે ટોસ સમયસર નહોતો થઈ શકયો. ઑસ્‍ટ્રેલિયાના વડાપ્રધાન એન્‍થોની અલ્‍બેનિસ ડ્રેસિંગ રૂમમાં બંને ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એક આ?ર્યજનક નજારો જોવા મળ્‍યો હતો. પીએમ અલ્‍બેનીઝ કોમેન્‍ટ્રી બોક્‍સમાં પહોંચી ગયા અને કોમેન્‍ટ્રી ટીમ સાથે થોડો સમય વિતાવ્‍યો. આ દરમિયાન તેમણે કૉમેન્‍ટ્રી પણ કરી હતી. તેમણે મેચના કોમેન્‍ટેટર્સના સવાલોના જવાબ આપ્‍યા.

આ દરમિયાન ઑસ્‍ટ્રેલિયાના વડાપ્રધાને ભારત સામેની બીજી ટેસ્‍ટમાં જોશ હેઝલવુડના સ્‍થાને ફાસ્‍ટ બોલર સ્‍કોટ બોલેન્‍ડને ટીમમાં સામેલ કરવાની વાત કહી હતી. શનિવારે હેઝલવુડ સાઈડ સ્‍ટ્રેનની ઈજાને કારણે એડિલેડ ઓવલ મેચ માટે ટીમની બહાર થઈ ગયો હતો. જેના કારણે બોલિંગમાં એક જગ્‍યા ખાલી પડી છે. બોલેન્‍ડ પહેલાથી જ ટીમમાં છે. તે પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં રમી નહોતો શકયો. બોલેન્‍ડ ટીમમાં સામેલ હોવા છતાં ઓસ્‍ટ્રેલિયાએ ટીમમાં બે તૈયાર ફાસ્‍ટ બોલરોનો સામેલ કર્યા છે. સીન એબોટ અને બ્રેન્‍ડન ડોગેટને સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

પ્‍લેઈંગ-૧૧માં હેઝલવુડના રિપ્‍લેસમેન્‍ટ પર કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં નથી આવ્‍યો. આ પહેલા જ ઓસ્‍ટ્રેલિયન પીએમએ પસંદગીકારોને કહ્યું કે, તમે એને જ પસંદ કરો. તેમણે કહ્યું કે, મને લાગે છે કે સ્‍કોટ બોલેન્‍ડ રમવાનો હકદાર છે. તેણે આપણને કયારેય નિરાશ નથી કર્યા નથી. એમાં કોઈ શંકા નથી કે તેણે ખૂબ મોડું શરૂ કર્યું, પરંતુ મને લાગે છે કે જો તમે હેઝલવુડ જેવો જ કોઈ ખેલાડી શોધી રહ્યા છો, તો કોઈ એવા ખેલાડીને સામેલ કરો જે તમને કયારેય નિરાશ ન કરે. જોશ હેઝલવુડ ચોક્કસપણે એક અસાધારણ બોલર છે.

 

(5:52 PM IST)