તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
એશિયા કપમાં ભારતની ખરાબ શરૂઆત :પાકિસ્તાન સામે 44 રને પરાજય :શાહઝેબ ખાને 159 રન ફટકાર્યા
કિસ્તાને 50 ઓવરમાં 281 રન બનાવ્યા જવાબમાં ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમી રહેલી ભારતીય ટીમ 237 રનમાં સમેટાઈ ગઈ

મુંબઈ :અંડર-19 એશિયા કપની ત્રીજી મેચ શનિવારે ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 281 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમી રહેલી ભારતીય ટીમ 237 રનમાં સમેટાઈ ગઈ હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ પાકિસ્તાનની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય બોલરો પ્રથમ 30 ઓવરમાં 1 વિકેટ પણ લઈ શક્યા ન હતા. પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન શાહઝેબ ખાન અને ઉસ્માન ખાન વચ્ચે પ્રથમ વિકેટ માટે 160 રનની ભાગીદારી થઈ હતી. આયુષ મ્હાત્રેએ આ ભાગીદારીને 31મી ઓવરમાં તોડી હતી. તેણે ઉસ્માન ખાનને પોતાનો શિકાર બનાવ્યો હતો. પાકિસ્તાનની બીજી વિકેટ 170ના સ્કોર પર પડી. હારૂન અરશદે 3 રન બનાવ્યા હતા.
મોહમ્મદ રિયાઝુલ્લા 44મી ઓવરમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. ફરહાન યુસુફ ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ફહમ ઉલ હકે 4 રન, કેપ્ટન સાદ બેગે 4 રન જ્યારે શાહઝેબ ખાને 159 રન બનાવ્યા હતા. શાહઝેબ ખાને આ દરમિયાન 5 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. ઉમર ઝૈબ 2 રન બનાવીને અણનમ રહ્યો હતો અને નાવેદ અહેમદ ખાન 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી સમર્થ નાગરાજે 3 વિકેટ ઝડપી હતી. આયુષ મ્હાત્રેએ 2 જ્યારે યુધજીત ગુહા અને કિરણ ચોરમલેએ 1-1 વિકેટ લીધી હતી.
282 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમને પહેલો ઝટકો 28ના સ્કોર પર લાગ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન આયુષ મ્હાત્રેએ 14 બોલમાં 20 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા આવ્યા. અબ્દુલ સુભાને તેની વિકેટ લીધી હતી. ભારતીય ટીમની બીજી વિકેટ 5મી ઓવરના પ્રથમ બોલ પર પડી હતી. વૈભવ સૂર્યવંશીએ 9 બોલનો સામનો કરીને 1 રન બનાવ્યો હતો.
આ પછી આન્દ્રે સિદ્ધાર્થે 27 બોલમાં 15 રન, કેપ્ટન મોહમ્મદ અમાને 16 રન, કિરણ ચોરમલેએ 20 રન, નિખિલ કુમારે 67 રન, હરવંશ સિંહે 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. સમર્થ નાગરાજનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તેમજ હાર્દિક રાજ 10ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
