<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

પીવી સિંધુ, લક્ષ્ય સેને સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં સિંગલ્સનો ખિતાબ જીત્યો

આ પહેલા ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીએ મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો હતો

ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ પીવી સિંધુ અને લક્ષ્ય સેન રવિવારે લખનૌમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં સિંગલ્સ ચેમ્પિયન બન્યા હતા.

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને ટોચની ક્રમાંકિત સિંધુએ ફાઇનલમાં ચીનની વુ લુઓ યુને 21-14, 21-16થી હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો.

લક્ષ્ય સેને ફાઇનલમાં સિંગાપોરના જિયા હેંગ જેસન ટીઓહને 21-6, 21-7થી હરાવીને પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો.

આ પહેલા ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીએ મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. બીજી ક્રમાંકિત ભારતીય જોડીએ શિખર મુકાબલામાં ચીનની બાઓ લી જિંગ અને લી ક્વિઆનની જોડીને 21-18, 21-11થી હરાવી હતી.

જો કે, પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને સાંઈ પ્રતિકની ભારતીય પુરૂષ ડબલ્સ જોડી અને તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની મિશ્ર ડબલ્સ જોડીએ રનર્સ-અપ તરીકે તેમના અભિયાનને સમાપ્ત કર્યું.

પૃથ્વી અને સાઈની ભારતીય જોડી મેન્સ ડબલ્સની ફાઇનલમાં ચીનના હુઆંગ ડી અને લિયુ યાંગ સામે 14-21, 21-19, 17-21થી હારી ગઈ હતી.

ધ્રુવ અને તનિષાની જોડી મિક્સ ડબલ્સની ટાઈટલ મેચમાં થાઈલેન્ડની જોડી દેચાપોલ પુવારનુક્રોહ અને સુપિસારા પ્યુસામપ્રાન સામે 21-18, 14-21, 8-21થી હારી ગઈ હતી.

(7:14 PM IST)